રાજસ્થાનના જોધપુર જિલ્લામાં શનિવાર સવારે ગમખ્વાર ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ટ્રક અને બોલેરો વચ્ચે માર્ગ અકસ્માત થયો છે. અકસ્માત થતા એક જ પરિવારના 11 લોકોના મોત થયા છે. જેમાં 16 દિવસ પહેલા જ પરણેલા દંપતિનો પણ સમાવેશ થાય છે. 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવ દંપત્તિને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. જેમના લગ્ન 27 ફેબ્રુઆરી થયા હતા. બનાવ શેરગઢ વિસ્તારમાં બન્યો હતો. આ ઘટના શેરગઢ઼ ક્ષેત્રમાં બની હતી. ટક્કર બાદ જીપ ટ્રકની નીચે દબાઈ ગઈ. સવારે 7.30 વાગ્યે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મૃતકોમાં છ મહિના, ચાર પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. તમામે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્તોને જોધપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સવારે ન વાગ્યે સોઈતરામાં ગંવારિયા હોટલ પાસે થયો છે. શેરગઢ પોલીસે ક્રેનની મદદથી ટ્રકને હટાવ્યો હતો. ત્યાર પછી બોલેરોમાં રહેલા લોકોને બહાર કઢાયા હતા.
Deeply saddened to learn about tragic accident on Balotra-Phalodi Mega Highway in Shergarh area,#Jodhpur in which 11 people have lost lives. My heartfelt condolences to those who lost their loved ones,may god give them strength to bear this loss. I wish speedy recovery to injured
— Ashok Gehlot (@ashokgehlot51) March 14, 2020
રાજસ્થાનના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આ પહેલા 8 માર્ચના રોજ પણ રાજસ્થાનમાં થયેલી બે જુદી જુદી દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. અને 32 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. એક ઘટના જોધપુર-જયપુર હાઈવે નજીક બિનવાસ ગામ પાસે બની હતી. જેમાં ટ્રક અને બસની ટક્કરમાં બસમાં સવાર 4 લોકોના મોત થયા હતા અને 14 લોકોને ઈજા થઈ હતી. તો અન્ય ઘટના અજમેર-જયપુર હાઈવે પર બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.