દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા પરિવારે હસતા મોઢે કાઢી અંતિમયાત્રા, મરતા પહેલા 11 વર્ષનો ‘ભવ્ય’ જીવનનો મોટો પાઠ આપતો ગયો

હાલ અજમેર (Ajmer)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 11 વર્ષીય બાળકને જયારે તે સાત વર્ષનો હતો ત્યારે બ્રેઇન ટ્યૂમર(Brain tumor) નામની ખતરનાક…

હાલ અજમેર (Ajmer)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 11 વર્ષીય બાળકને જયારે તે સાત વર્ષનો હતો ત્યારે બ્રેઇન ટ્યૂમર(Brain tumor) નામની ખતરનાક બીમારી થઈ હતી. રમવાની ઉંમરમાં, ભણવાની ઉંમરમાં બીમારી ભવ્યના નાનકડા શરીર પર હાવી થઈ હતી, પરંતુ તેના મન પર હાવી ન થઈ શકી. બ્રેઇન ટ્યૂમરની ટ્રીટમેન્ટ સતત ચાલતી હતી, પણ એક દિવસ એકાએક 11 વર્ષના ભવ્ય ચંગેરિયાએ તેના માતા-પિતાને કહ્યું, મારે સંથારો લેવો છે.

સંથારા વિશે વાત કરીએ તો, જૈન સમાજમાં સાધુ-સાધ્વી ભગવંતોની પરવાનગી હોય તો જ સંથારો લઈ શકાય. ત્યારે આ નાનકડા બાળકને સંથારો લેવાની સાધ્વીઓએ અનુમતિ આપી. જેને પગલે ભવ્યએ અન્ન-જળનો ત્યાગ કર્યો. તેની મમ્મી બાજુમાં જ બેસતી. ભવ્ય કહેતો- મમ્મી, રડતાં નહીં, મને હસતાં હસતાં વિદાય આપજો. સામાન્ય રીતે ગંભીર બિમારી હોય ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે પણ ભવ્ય ચંગેરિયા અધ્યાતમના રસ્તે ચાલ્યો અને તેણે સંથારો લેવાની વાત મૂકી. જાણવા મળ્યું છે કે, સૌથી નાની ઉંમરે સંથારો લેવાનો આ કદાચ પહેલો કિસ્સો છે.

આ વાત જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો માસુમના દર્શન માટે આવી પહોચ્યા હતા. સાથે જ દર્શનાર્થે પહોચેલા દરેક લોકોની આખો ભીની હતી. સૌએ સંથારો લેનાર નિર્દોષના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. આ પછી બપોરે લગભગ 1.30 વાગ્યે સંથારો લીધા પછી, ભવ્યએ લગભગ 8.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 9.30 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા.

પિતા અને પરિવારે – કહ્યું પુત્ર પર ગર્વ છે:
પ્રાપ્ત વિગતો અનુસાર, ભવ્યના અંતિમ સંસ્કાર ઋષિ ઘાટી, મુક્તિધામ ખાતે કરવામાં આવ્યા હતા. સમાજના મહાસતી સુશીલા કંવર, સરલેશ કંવર અને વિમલેશ કંવર સહિતના સાધ્વીઓએ જૈન રીતિ-રિવાજ મુજબ સંથારો અપાવ્યો હતો. તેમજ આ અંગે ભવ્યના પિતા મહાવીર ચંગેરિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં તેને મગજનું ટ્યુમર થયું હતું. પરિવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં તેની સારવાર કરાવી હતી, પણ કોઈ જ સુધારો થયો નહોતો. દાદા નૌરતમલ, દાદી જ્ઞાન કંવર, પિતા મહાવીર તેમજ માતા એકતાએ ભવ્યના નિર્ણય પર ગર્વ અનુભવ્યો હતો.

સંથારો શું છે?
સંથારો એ મુખ્યત્વે જૈનધર્મમાં સંસારની સમસ્ત ઈચ્છાઓ, વાસના, તૃષ્ણા, સંપત્તિ, વ્યક્તિઓ આદિનો ત્યાગ કરી અન્ન જળનો ત્યાગ કરીને મૃત્યુને આમંત્રિત કરવાની ધાર્મિક પ્રક્રિયા છે. આની છૂટ સમાજ જ આપે છે અને જે તે વ્યક્તિ જાતે જ સંથારો ગ્રહણ કરવાનો નિર્ણય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *