કોરોના વચ્ચે બાળકોમાં ફેલાઈ રહી છે આ ભયંકર બીમારી, જાણો લક્ષણો અને બચવાના ઉપાય

એકબાજુ સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજ્યમાં આવેલ આણંદ જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આવેલ ધનેરા તથા…

એકબાજુ સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજ્યમાં આવેલ આણંદ જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આવેલ ધનેરા તથા ડિસામાં કુલ 6 બાળકોના ડેપ્થેરિયાથી મોત થયા હતા. ત્યારપછી રાજયમાં આણંદ જિલ્લામાં આવેલ સોજીત્રા ગામે બાલીન્ટા ગામમાં માત્ર 11 વર્ષની બાળકીનું ડેપ્થેરિયાથી મોત થયું છે.

આણંદ જિલ્લામાં ડેપ્થેરિયાનો પહેલો કેસ નોંધાયો છે.જેને લીધે આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું હતું. કુલ 4 ટીમો બનાવીને બાલીન્ટા આજુબાજુના ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, ગ્રામજનોનાં જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ રીતે ડેપ્થેરિયાથી લક્ષ્મીપુરાની બાળકીનું મંગળવારે મોત થયું હોવાનું જણવા મળી રહ્યું છે. આણંદ જિલ્લામાં પ્રથમ ડેપ્થેરિયાનો કેસમાં બાળકીનું મોત થયું છે.

જો કે, આ વાઇરસ બાળકોમાં જોવા મળે છે. સોજીત્રા તાલુકામાં આવેલ બાલીન્ટા ગામમાં રહેતા જેસીંગભાઇ સોલંકીની માત્ર 11 વર્ષીય દિકરી વૈભવી ગામની પ્રાથમિક શાળમાં ધો-6માં અભ્યાસ કરી રહી છે. એને બીજી કોઇ બિમારી ન હતી.

કુલ 10 દિવસ પહેલા તાવ આવી જતાં એને ગામના ડોકટર પાસે દવા લેતા તાવ ઉતરી ગયો હતો પરંતુ બીજા દિવસે તાવ આવ્યો હતો. જેને લીધે જેસીંગ ભાઇ પોતાના બાળકોની સારવાર અર્થે ધોળકામાં આવેલ સૂર્યાચિલ્ડ્રન હોસ્પિટલમાં વૈભવીને બતાવવા માટે લઇ ગયા હતા.

ત્યાંના ડોકટરે જણાવતા કહ્યું હતું કે, ગળાના કેસ હોવાથી કાન-નાક ગળાના સ્પેશીયાલીસ્ટ પાસે લઇ જાવ જેથી ધોળકા ગામમાં એક સ્પેશીયાલીસ્ટ ડોકટરને બતાવ્યું હતું. જેને લીધે તેઓ ટેસ્ટ કરાવતા ડેપ્થેરિયાના લક્ષણો હોવાનું જણાવીને અમદાવાદ હોસ્પિટલના નામ સુચવ્યા હતા.

જેને લીધો તેઓ દિકરીને લઈ અમદાવાદમાં આવેલ એપલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જયાં ફરીવાર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રીપોર્ટ ડેપ્થેરિયા પોઝિટીવ આવ્યો હતો. કુલ 2 દિવસની સારવાર પછી સોમવાર સાંજે વૈભવીનું મોત થયું હતું. ડેપ્થેરિયાને લીધે બાળકીનું મોત થયું હોવાનું બહાર આવતાં આ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.

કુલ 10 દિવસ શંકાસ્પદ ડેપ્થેરિયાના લક્ષણો ધરાવતા ચાર બાળકોના મોત:
સોજીત્રા તાલુકામાં આવેલ બાલિન્ટા ગામમાં વૈભવીનું ડેપ્થેરિયાથી મોત થયું છે.જો કે, મંગળવારની સવારમાં લક્ષ્મીપુરામાં રહેતી એક બાળકીને ગળાના પાછળના ભાગે સોજો આવ્યા પછી તાવમાં સપડાઇ હતી. એનું મોત થયું હતું. જયારે પહેલાં પણ કુલ 10 દિવસ દરમિયાન આવા લક્ષણો ધરાવતા કુલ 2 બાળકોના મોત થયાં છે એવું ગ્રામજનોએ જણાવતા કહ્યું હતું.

કેવી રીતે થાય છે ડીપ્થેરીયા:
ડીપ્થેરીયાનો રોગ કોરીનોબેક્ટેરીયમ ડીપ્થેરી નામક બેક્ટરીયામાંથી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા મારફતે ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્યમાં ફેલાય છે.

ડીપ્થેરિયાના લક્ષણો:
શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગળામાં કાકડા પર પીળા રંગની ચામડી થઈ જવી, તાવ આવવો, ખાંસી આવવી, જમવામાં સમસ્યા થવી, ગળાના અંદરના ભાગમાં સોજો આવવો જેવા લક્ષણો દેખાવવા લાગે છે.

સમયસર સારવાર ન મળે તો બાળકનું મોત થાય:
કુલ 10% બાળકોને ડેપ્થેરિયાની બિમારી થાય છે.જો સમયસર સારવાર ન મળવાને કારણે કુલ  30-40 બાળકોનાં મૃત્યુ થયાં છે. જયારે વ્યાપક પ્રમાણમાં રોગચાળો ફેલાયેલો હોય ત્યારે કુલ 50%થી પણ વધી જાય છે. યોગ્ય સારવાર સમયસર મળે તો કુલ 95% દર્દીઓ સાજા થઈ જાય છે.

આ રોગનો ઈલાજ:
આવા દર્દીને ગળામાંની લસિકા ગ્રંથિમાં ખૂબ સોજો આવી જવાથી ગળુ બહારથી ખૂબ સુજેલુ લાગે છે. જેને અંગ્રેજીમાં ‘બુલ નેક’ તરીકે ઓળખવામાં આવે છે. આવા દર્દીને તાત્કાલિક સારવારની જરુર પડે છે. જેમાં મુખ્ય દવા તરીકે બેક્ટેરીયાના વિષદ્રવ્યની સામે કામ કરતુ પ્રતિવિષદ્રવ્ય આપવુ પડે છે.

કેટલાંક દર્દીને શ્વાસની સમસ્યા હળવી કરવા શ્વાસનળીમાં છિદ્ર કરીને એક શ્વસનનળી પણ મૂકવી પડે છે. દર્દી શરુઆતની આ તકલીફોમાંથી હેમખેમ બચી જાય તો પણ લાંબા ગાળે બેક્ટેરીયાના વિષદ્રવ્યની અસરથી થતી રોગની બીજી તકલીફો જેવી કે, જેમાં હૃદય પર ઘાતક અસરો તથા ચેતા નસો પર અસર થવાથી લકવા જેવી બિમારીની સામે ક્યારેક ઝઝૂમવુ પડે છે.

ત્રિગુણીની રસી મુકાવેલ ન હોય એવા બાળકોને ડેપ્થેરિયા થઇ શકે:
નાનપણમાં બાળકોને ડેપ્થેરિયાની બીમારી થાય છે. એને દેશી ભાષમાં ‘ઉટાટીયું’ કહેવામાં આવે છે. ઘણા બાળકોને માતાના લોહીમાંથી ડીપ્થેરિયા સામે રક્ષણ આપતાં પ્રોટીન(એન્ટીબોડી)જન્મનાં સમયે મળતાં હોય છે.જે જન્મ બાદ કુલ 12 મહિના સુધી બાળકને રોગની સામે રક્ષણ આપે છે પણ ત્યારપછી O પ્રોટીન નાશ પામે છે.

જો આ દરમ્યાન બાળકને રસી આપવામાં આવે ડેપ્થેરિયાની સામે લડે એવાં પ્રોટીનનુ ઉત્પાદન શરૂ કરાવી શકાય તો લાંબા સમયથી ડેપ્થેરિયાની બિમારી બચાવી શકાય છે. ત્રિગુણી રસી ન લીધી હોય એવા બાળકોને ડેપ્થેરિયા થવાની સંભાવના રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *