10 ધોરણ ભણેલો આ વ્યક્તિ ચલાવતો હતો કલીનીક, જાણો કેવી રીતે ખુલી પોલ?

COVID-19નાં કાળમાં પણ ખોટી રીતે રોકડી કરનારાઓ લાભ લઇ ગયા છે. અમુક દિવસ અગાઉ જ રાજકોટ જીલ્લામાંથી નકલી ડૉક્ટરનો પર્દાફાશ થયા પછી હાલ રાજકોટ શહેરનાં ગાયત્રીનગર રોડ પર ક્લિનિક ચલાવતો એક નકલી ડૉક્ટર પકડાયો છે. આનું નામ અરવિંદ છે તેમજ તે ખાલી 10 પાસ છે. રાજકોટ જીલ્લામાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં આ ડૉક્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લાની ભક્તિનગર પોલીસની ટુકડી જ્યારે પેટ્રોલિંગ કરતી હતી. ત્યારે ચોક્કસ માહિતી મળી હતી કે, ગાયત્રીનગર મેઈનરોડ પર આવેલા એક ક્લિનિકમાં ડિગ્રી વગરનો વ્યક્તિ ઘણા લોકોની સારવાર કરે છે. તે વ્યક્તિનું નામ અરવિંદ છે. પોલીસ દ્વારા જ્યારે ત્યાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે ક્લિનિકમાંથી હોસ્પિટલનાં ઘણા સાધનો, દવાઓનો જથ્થો, ઈન્જેક્શન તેમજ બીજી વસ્તુઓ મળી હતી.

આ સહીત પોલીસ દ્વારા અરવિંદની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ દ્વારા અરવિંદ સામે મેડિકલ પ્રેકિટશનર એક્ટ અંતર્ગત કામગીરી કરીને કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય વધારે પૂછપરછ પણ ચાલુ કરી દીધી છે. આ અગાઉ રાજકોટ શહેરમાંથી રેમેડિસિવિર કૌભાંડમાં ચાર વ્યક્તિની સામે કેસ નોંધવામાં આવ્યા હતા. તેઓ વધુ પૈસા લઈને આ ઈન્જેક્શનનાં કાળા બજાર કરતા હતા. આ કેસમાં હાલ પોલીસ બીજા પુરાવાઓ માટે તપાસી કરે છે ત્યાં નકલી ડૉક્ટર પકડતા આખા રાજકોટ શહેરમાં હાહાકાર મચી ગયો છે.

પોલીસ દ્વારા નકલી તબીબનાં તાર કોની સાથે અને ક્યાં સુધી જોડાયેલાં છે એ વિશે પણ પૂછપરછ ચાલુ કરવામાં અવી છે. આ કેસમાં વધારે વ્યક્તિઓનાં નામ બહાર આવશે તો આરોપીઓ સામે વધારે કાનૂની પગલાં લેવામાં આવશે. બીજી બાજુ ગુજરાત રાજ્યનાં આરોગ્ય સચીવ જયંતિ રવિએ આખા રાજ્યનાં બધા સિટી સ્કેન સેન્ટરમાં તપાસ કરવા માટેનો આદેશ આપ્યો છે.

દર્દીઓની સુરક્ષા તેમજ કોઈ પણ કારણોસર સંક્રમણ નહિ ફેલાઈ એ માટે આ આદેશ આપવામાં આવ્યો છે. આ બાબતે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે તેમજ તે ગાંધીનગર મોકલવામાં આવે એવો પણ આદેશ આપવામાં આવ્યો છે. સિટી સ્કેન કરતી વખતે દર્દીને જે ટેબલ ઉપર સૂવડાવવામાં આવે છે તે દર્દીઓનાં ટેબલને સેનિટાઈઝ અથવા કોઈ પ્રકારે ડિસઈન્ફેક્ટેડ કરવામાં આવતું નથી. એક વ્યક્તિનાં ચેકઅપ પછી ચાદર બદલી નાખવી જરૂરી છે. આવું થતું નથી તેવા રિપોર્ટ મળતા યુદ્ધનાં ધોરણે આ આદેશ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *