245 દિવસો બાદ સુરતમાં કોરોનાએ માર્યો મોટો ફૂંફાડો, કેસનો આંકડો 1 હજારને પાર- જાણો ક્યાં કેટલા કેસ?

સુરત(Surat): શહેરમાં કોરોના(Corona) દિવસે દિવસેને બેકાબૂ બની રહ્યો છે. સતત કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસો(Record-breaking cases) સામે આવી રહ્યા છે. આજે પણ સુરતમાં કોરોના ની કેસોની…

સુરત(Surat): શહેરમાં કોરોના(Corona) દિવસે દિવસેને બેકાબૂ બની રહ્યો છે. સતત કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસો(Record-breaking cases) સામે આવી રહ્યા છે. આજે પણ સુરતમાં કોરોના ની કેસોની સંખ્યા એક હજારને પાર કરી ગઇ છે જેને કારણે હવે સુરતીઓનું ટેન્શન પણ વધ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં 245 દિવસો બાદ કોરોના કેસોની સંખ્યા 1 હજારને પાર થતા સમગ્ર શહેરમાં કોરોનાનો હાહાકાર મચી જવા પામ્યો છે. છેલ્લે 6 મે, 2021 ના રોજ સુરતમાં 1039 કોરોનાના કેસ સામે આવ્યા હતા.

સુરત શહેર અને ગ્રામ્યમાં નવા કેસ:
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ હરોળમાં છે, જયારે આજે સુરતમાં પણ હવે નવા કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1105 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે, તો સુરત ગ્રામ્ય એટલે કે સુરત જિલ્લામાં 88 નવા કેસ સામે આવતા ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 સુધી પહોંચી ગયા છે.

જાણો ક્યાં છે સૌથી વધુ કેસ:
આજે સુરતમાં કોરોના કેસોની સંખ્યા 1,105 સુધી પહોંચી ગઈ છે. જેમાં સૌથી વધારે કેસો સુરતના અઠવા અને રાંદેર ઝોનમાંથી સામે આવતા હાહાકાર મચ્યો છે. સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં 484 નોંધાયાછે. જ્યારે રાંદેર ઝોનમાં 220 જેટલા કેસ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 94 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા:
જોવામાં આવે તો બીજી તરફ સુરત શહેરના વિવિધ શાળાઓ અને કોલેજોમાં 94 જેટલા વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેને લઈને આરોગ્યતંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આ શાળા તથા કોલેજોમાં જે તે વર્ગ બંધ રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

સુરતમાં કયા ઝોનમાં કેટલા કેસ?
સુરતના અઠવા ઝોનમાં 484 કેસ, રાંદેર ઝોનમાં 220 કેસ, વરાછા ઝોનમાં 104 કેસ સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *