જૂનાગઢના અનોખા લગ્ન! પોણા છ ફૂટની દુલ્હન સાથે ત્રણ ફૂટના વરરાજાએ કર્યા લગ્ન, લાખોના કરિયાવર સાથે થયું દુલ્હનનું કન્યાદાન

જૂનાગઢમાં એક સામાજિક કાર્ય કરતી સંસ્થા દ્વારા એક અલગ જ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષની ઉંચાઈ, યુવતીની ઉંચાઈ કરતા ઘણી ઓછી જોવા મળે છે. યુવક કે જે શિક્ષક છે તેની ઉંચાઈ માત્ર ત્રણ ફૂટની જ છે અને યુવતીની ઉંચાઈ પાંચ ફૂટની છે જે દિવ્યાંગ છે. મળતી માહિતી મુજબ, આ લગ્ન કઈક અલગ જ છે, જેમાં દુલ્હન ઉંચી અને વરરાજા નીચા જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, યુવતી શાંતાબેન મકવાણા કે જે પ્રજ્ઞાચક્ષુ છે અને યુવક રમેશભાઈ ડાંગર કે જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, હાલ આ બંનેએ લગ્ન કરી લીધા છે. યુવતી બીએડનો અભ્યાસ કરી રહી છે. રમેશભાઈ ડાંગર જામનગરના બુટાવદર ગામના રહેવાસી છે, જે હાલ સડોદરની શાળામાં શિક્ષકની નોકરી કરી રહ્યા છે. જ્યારે 29 વર્ષીય કન્યા મેંદરણા તાલુકાના રાજેસર ગામમાં રહે છે.

શાંતાબેન અને રમેશભાઈ પોતાની ઇચ્છાથી એક બીજા સાથે પરણ્યા છે. બંને પર કોઈપણ જાતનો દબાવ આપવામાં આવ્યો નથી. યુવકને શિક્ષકની નોકરીમાંથી 47 હજારનો પગાર મળે છે. બંને યુગલે પોતાની શારીરિક ખામીઓને ખૂબી બનાવીને એકબીજાનો સાથ આપવાનું નક્કી કર્યું છે. જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા સત્યમ સેવા મંડળના પ્રયાસથી આ લગ્ન સમારંભ યોજાયો હતો. શાંતાબેન અને રમેશભાઈ ના આવા અનોખા લગ્નની લોકો ખુબ ચર્ચા કરી રહ્યા છે.

કન્યાની ઉંચાઈ અને વરરાજાની ઉંચાઈ વચ્ચે લગભગ બે ફુટનો તફાવત છે. આ લગ્ન સત્યમ સેવા મંડળના સહયોગથી સારી રીતે સંપન્ન થયા હતા. આટલું જ નહી, પરંતુ આ સેવા મંડળે વિવિધ સંસ્થાઓની મદદથી કન્યાને અંદાજે એક લાખ રૂપિયાનો કરિયાવર પણ આપ્યો હતો. આ આવી જ રીતે ઘણાં નવદંપતીને મદદ કરી રહી છે અને સંસ્થાએ અત્યાર સુધીમાં 1800થી વધુ લગ્ન કરાવી કન્યાઓને કરિયાવર આપ્યો છે. લોકોએ પણ નવદંપતીને સુખી લગ્નજીવનના આશીર્વાદ પણ આપ્યા હતા.

સામાન્ય રીતે આપણે જોયું હોય છે કે યુવક અને યુવતી એકબીજાની સરખી ખૂબીઓ અને ખામીઓવાળા વ્યક્તિને લગ્નગ્રંથીમાં જોડવા માટે પસંદ કરે છે. પરંતુ શાંતાબેન અને રમેશભાઈ એ સમાજને એક નવું જ ઉદાહરણ આપ્યું છે. આટલું જ નહી પરંતુ એકબીજાની ખામીઓને નજરઅંદાજ કરીને જિંદગીની આ સફર એક સાથે જીવવાનું નક્કી કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *