સુરત(Surat): શહેરમાં વધતી જતી ગુનાખોરી હવે એક સમાજ અને તમામ નાગરિકો માટે ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને જોવામાં આવે તો ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર થયેલી હત્યા બાદ સુરત ઘણું ચર્ચામાં રહેલું છે. સુરતમાં જે રીતે ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે તે આપણા સમાજ માટે એક ગંભીર વિષય બનતો જઈ રહ્યો છે. ત્યારે વધુમાં ફરી અહિયા એક આવોજ બનાવ સામે આવતા હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા(Palsana) તાલુકાના જોળવા(Jolva) ખાતે સમગ્ર સુરતને હચમચાવી દે તેવી ઘટના બની હતી. 11 વર્ષની માસૂમ બાળકીને અજાણ્યા નરાધમ દ્વારા પોતાની હસવનો શિકાર બનાવી હતી. બાળકીને રૂમ પાસે અન્ય રૂમમાં લઈ ગયા પછી તેના ઉપર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ત્યાંથી ભાગી ગયો હતો. પરિવાર દ્વારા બાળાની શોધ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને સરવાર માટે લઈ ગયા હતા પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળકીનું પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. હાલ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.
બાળકીની હાલત લોહીલુહાણ થઈ ગઈ હતી અને નરાધમ બાળકીને બેભાન અવસ્થામાં રૂમમાં બંધ કરી ફરાર થઈ ગયો હતો. સાંજે યુવતીના માતા-પિતા આવ્યા અને બાળકી ન મળતા તેમણે શોધખોળ હાથ ધરી હતી. પરિવારે જ્યારે ખાલી રૂમનું તાળું તોડ્યું ત્યારે બાળકી લોહીના ખાબોચિયામાં જોવા મળી હતી. બાળકીને કડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં ડોક્ટર ન મળતા ચલથાણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં સુધીમાં માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની માહિતી મળતા સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શકમંદોની પૂછપરછ કરી રહી છે.
ગ્રીષ્મા હત્યાની પ્રકરણની શાહી હજુતો સુકાઈ નથી ત્યાંતો પલસાણા ના જોળવા વિસ્તારની ઘટનાથી જિલ્લામાં જાણે કાયદો વ્યવસ્થા ખોરંભે મુકાયો હોય એવું લાગી રહ્યું છે. ઘટના પગલે પલસાણા પોલીસ તેમજ જિલ્લા એલ.સી.બી. એસ.ઓ.જી. સહિત નો કાફલો ધસી આવ્યો હતો. પલસાણા પોલીસે ઘટના પગલે બે શકમંદોની અટક કરી તપાસ આદરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.