ગુજરાતમાં વધુ એક પેપરલીક? યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યા કથિત પેપરના ફોટો

Gujarat Board Paperleak: હંમેશા ચર્ચાઓમાં રહેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ફરી એકવાર ટ્વીટરના માધ્યમથી દાવો કર્યો છે કે ધોરણ 12 કોમર્સ નું કોમ્પ્યુટર નું પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. યુવરાજસિંહ જાડેજા એ પોતાના ટ્વીટરના માધ્યમથી કહ્યું છે કે, આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા ચાલી રહી છે. મારા whatsapp નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપર લીક (Paper leak in Gujarat) થયાની માહિતી પહોંચાડવામાં આવી છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી.

વધુમાં યુવરાજસિંહ જાડેજાએ લખ્યું છે કે મારી પાસે કોઈ માધ્યમ નથી સરકાર આ વાતની તપાસ કરે તો તથ્ય સામે આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ તેમજ ભરતી બોર્ડ સતત પેપર લીક થતા હોવાને કારણે ચિંતાતુર બની છે ત્યારે વધુ એક વખત પેપર લીક થયાના આક્ષેપો થતા હવે ગુજરાત સરકારે શું કરે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *