12 Commerce Result Surat, Krisha Rangani: આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. જેમાં સુરતનું 80.78% પરિણામ આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં 603 વિદ્યાર્થીઓ સાથે સૌથી વધુ A1 માં અને A2 માં 4502 વિદ્યાર્થીઓ નોંધાયા આ વર્ષે સુરત (Surat) ના વિદ્યાર્થીઓ પરિણામમાં હીરાની જેમ ચમક્યા છે. ત્યારે એક વિદ્યાર્થીની માતાના નિધન બાદ પણ ઘરની જવાબદારી માથે ઉપાડી A1 ગ્રેડ મેળવ્યો છે. સાથે-સાથે કેટલાય રત્નકલાકારના દીકરા દીકરીઓએ પણ સારું પરિણામ મેળવ્યું છે.
ત્રણ વર્ષ પહેલા ગુમાવી માતાની છત્રછાયા
સુરતના નાના વરાછામાં રહેતી ક્રિશા મુકેશભાઈ રંગાણી કોઈપણ ટ્યુશન વગર ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99 PR સાથે પૂર્ણ થઈને સ્વર્ગવાસ માતા અને પરિવારનું નામ રોશન કર્યું છે. માતા વિહોણી ક્રિશાએ આખા ઘરની જવાબદારી માથે ઉપાડી હતી. ઘરની જવાબદારીઓ સાથે અભ્યાસમાં ધ્યાન આપી 750 માંથી 684 માર્ક્સ મેળવી 93.21 ટકા સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ક્રિષા રંગાણી મોટી થઈને CA બનવા માંગે છે.
ઘરની જવાબદારીઓ સાથે અભ્યાસ કરીને મેળવી સફળતા
ક્રિશાએ સમગ્ર સુરત શહેરમાં પરિવારનું નામ રોશન કર્યું છે. ક્રિશાએ જણાવતા કહ્યું હતું કે, મમ્મીના નિધન બાદ ઘરની જવાબદારી સાથે અભ્યાસ કરવો પડ્યો હતો. શાળામાં જે અભ્યાસ થતો, તેનો ઘરે આવીને રિવિઝન કરવાની સાથે ઘરનું કામ કરવાની પણ જવાબદારી રહેતી. ક્રિષા રંગાણી નાના વરાછાની સરદાર પટેલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતી હતી. ક્રિશાએ જણાવતા કહ્યું કે, શાળામાં જે રીતે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો જેના કારણે જ મને આ સફળતા મળી છે, તે બદલ હું ગુરુજનો અને શિક્ષકોનો આભાર માનું છું.
સરદાર પટેલ વિદ્યાભવનના MD બાબુભાઈએ જણાવતા કહ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી શાળામાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. કોરોનાને કારણે માસ પ્રમોશનમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અન્ય શાળાઓનું પરિણામ ખૂબ નબળું આવ્યું છે, તેમ છતાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ સારી સફળતા મેળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.