હળવદના કારખાનામાં મોટી કરુણાંતિકા સર્જાઈ- એકસાથે 12 શ્રમિકોના કરૂણ મોત, CM ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક મોરબી જવા રવાના

હળવદ(ગુજરાત): હાલમાં હળવદ(Halwad) જીઆઈડીસી(GIDC)માં મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12 કામદારોના મોત થયા હતા. 20 થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તંત્ર દ્વારા જેસીબી(JCB)ની મદદથી દિવાલના કાટમાળ નીચે ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. ઘટના બાદ જિલ્લા કલેકટર(District Collector) ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મળતી માહિતી મુજબ, હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન, બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20 થી 30 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા.

ત્યારબાદ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં 12 શ્રમિકોના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. જાણવા મળ્યું છે કે, હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા છે જેને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી આ ઘટનામાં માસુમ બાળકો પણ ભોગ બન્યા હોવાની અને દુર્ઘટનામાં મોતનો આંકડો વધારે પહોંચવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમતે કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મૃતકોના નામની યાદી
શીતબેન દિલીપભાઈ
રાજીબેન ડાયાભાઈ ભરવાડ
દેવીબેન ડાયાભાઈ ભરવાડ

દિપકભાઈ દિલીપભાઈ સોમાણી
રાજુભાઈ જેરામભાઈ
દિલીપભાઈ રમેશભાઈ

શ્યામભાઈ રમેશભાઈ કોળી
રમેશભાઈ મેઘાભાઈ કોળી
દિલાભાઈ રમેશભાઈ કોળી

રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા
કાજલબેન જેશાભાઈ
દક્ષાબેન રમેશભાઈ કોળી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોરબી જિલ્લાના હળવદ ખાતેં GIDCમાં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દરેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હ્રદયપૂર્વકની સંવેદના વ્યકત કરી છે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રભુ પાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીને આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક તેમને મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *