અત્યાચારોના વધતા જતા કેસોમાં હાલમાં જ હરિયાણાના(Haryana) પાણીપતમાંથી(Panipat) 12 વર્ષની માસૂમ બાળકીની હત્યા(Murder) બાદ ડેડ બોડી પર દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં કોર્ટે બે દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે.
મળેલી માહિતી મુજબ આ મામલો પાણીપતના મતલૌડામાં સામે આવ્યો હતો. ખરેખર, 12 વર્ષની માસૂમ બાળકી પાણીપતમાં તેના મામાના ઘરે રહેતી હતી. 13 જાન્યુઆરી 2018ના રોજ તે માસૂમ બાળકી ઘરની બહાર કચરો ફેંકવા માટે નીકળી હતી. દોષિત સાગર અને પ્રદીપ 12 વર્ષની બાળકીના ઘરની બહાર ઉભા હતા. ત્યારબાદ બંને બાળકીની પાછળ ગયા અને રસ્તામાં તેને ઉપાડી ગયા. આ પછી પ્રદીપ તેને તેના રૂમમાં લઈ ગયો. અહીં બંનેએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે બાળકીએ બુમો પડવાનું શરુ કર્યું તેથી બંનેએ મળીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પણ બંનેએ વારંવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
જાણવા મળ્યું છે કે, તે દરમિયાન ધરપકડના ડરથી, બાળકીના કપડાં સળગાવી દીધા અને ટેરેસ પર સંતાડી દીધા હતા. મૃતદેહને નગ્ન અવસ્થામાં વાલ્મિકી ચૌપાલ પાસેના નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. બનાવ બાદ બંને ગુનેગારો નાસી ગયા હતા.
પરિવારજનોએ બાળકીની શોધખોળ ચાલુ રાખી અને ઘટનાના બે દિવસ બાદ 14મી જાન્યુઆરીએ સવારે માસુમનો મૃતદેહ ગંદા નાળામાંથી મળી આવ્યો હતો. પરિવારને કોઈ પર શંકા ન હતી, પરંતુ તપાસમાં પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. રિમાન્ડમાં પ્રદીપ અને સાગરે ક્રૂરતા સ્વીકારી હતી. શુક્રવારે પાણીપત કોર્ટે બંને હૈવાનને ફાંસીની સજા સંભળાવી હતી.
એક રીપોર્ટ અનુસાર પાણીપતના ગુનાહિત ઈતિહાસમાં POCSO એક્ટ હેઠળ મૃત્યુદંડનો આ પહેલો કેસ છે. કોર્ટના નિર્ણય પર બાળકીના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અમારી બાળકીને ન્યાય મળ્યો છે, પરંતુ ઘણું મોડું થઈ ગયું છે. તે ઈચ્છે છે કે કોઈપણ બાળકી સાથે ક્યારેય પણ આવી ઘટના ન બને તેથી પરિવારે કહ્યું કે જો ગુનેગારો ફાંસીની સજાથી બચવા માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જશે તો તેઓ ત્યાં પણ કેસ લડવા તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.