Surat: સુરત શહેરમાં એક પરિવાર માટે ઉતરાયણની મજા મોતની સજા બની છે. સુરત શહેરના પલસાણામાં વાંકાનેડા (Vankaneda, Palsana) ગામમાં આવેલા શિવશક્તિ કોમ્પલેક્ષમાં રહેતા 12 વર્ષીય ગોવિંદ રાજપૂતનું પતંગ પકડવા જતા દુઃખદ મોત થયું છે. જાણવા મળ્યું છે કે, ગોવિંદ નામનો 12 વર્ષીય બાળક કોમ્પ્લેક્સના એક ધાબેથી બીજા ધાબે પતંગ લૂંટવા ગયો અને પાંચમા માળેથી નીચે પટકાયો હતો. પાંચમાં માળેથી નીચે પડતા ગોવિંદ ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.
12 વર્ષની ઉંમરે દીકરો ગુમાવતા સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટના પલસાણાના વાંકાનેડા ગામમાં બની છે. અહીં શિવશક્તિ કોમ્પલેક્ષમાં બાર વરસનો ગોવિંદ રાજપુત ટેરેસ ઉપર પતંગ ચગાવી રહ્યો હતો, અને કપાયેલી પતંગ પકડવા જતા પાંચમાં માળેથી તળાવ લઈને નીચે પટકાયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે પણ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યું છે કે, કપાયેલી પતંગ પકડવા જતા ગોવિંદ એક ધાબાથી બીજા ધાબા પર જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પતંગ પકડવાની લાલછામાં 12 વર્ષીય ગોવિંદે જીવ ગુમાવ્યો છે. ઉતરાયણ પહેલા જ આ દુઃખદ ઘટના બનતા ચારેબાજુ દુઃખનું વાતાવરણ છવાયું છે. જેમાં ઉતરાયણની મજા સુરતના આ પરિવાર માટે મોતની સજા બની છે.
વાલીઓ ધ્યાન રાખજો…
આ ઘટના દરેક માતા પિતાઓ માટે લાલબત્તી સમાન છે. જયારે બાળકો ટેરેસ પર પતંગ ચગાવી ઉતરાયણની મજા માણતા હોય છે ત્યારે માતા-પિતા પોતાનું વ્યવહારિક કામકાજ કરતા હોય છે. વાલીઓને નથી ખબર હોતી કે, બાળકો ટેરેસ પર શું કરે છે? પરંતુ એક નાની એવી ભૂલ દરેકને ભારે પડી શકે છે. એટલે જ તમામ વાલીઓને નમ્ર અપીલ છે કે, સંતાનોનું આ બાબતે ધ્યાન દોરવું… જો બાળક કપાયેલી પતંગ પકડવા ઘેલો થતો હોય તો તેને સમજાવવો જોઈએ. સાથે જ બને ત્યાં સુધી બાળકને એવી જગ્યાએથી પતંગ ચગાવવાની મંજૂરી આપો, જ્યાંની દીવાલો બાળક કરતાં ઊંચી હોય, જેનાથી બાળક નીચે પડી ન જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.