આવી શુભ ઘડી… 15 જાન્યુઆરીથી 70 લાખ ઘરોમાં ગુંજશે લગ્નની શરણાઈ, થશે આટલા લાખ કરોડનો ખર્ચ

વર્ષે 2022માં નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નની સિઝનમાં ઘણાં લગ્નો થયા હતા. ત્યાર બાદ હવે ફરી એક વાર લગ્નની સિઝન શરુ થશે. જાન્યુઆરીથી માંડી જૂન મહિના સુધી લગ્નની સિઝન રહેશે. 15 જાન્યુઆરી 2023થી લગ્નની સિઝન શરૂ થઈને જૂન મહિના સુધી ચાલશે. બજારમાં તો અત્યારથી જ ધમધમાટ શરૂ થઈ ગયો છે.

દેશના વેપારીઓ એ છેલ્લી સિઝનમાં બમ્પર કારોબાર કર્યો હતો. ફરી એક વાર લગ્નની સિઝન આવતા વેપાર જગતમાં ઉત્સાહ છવાયો છે. દિલ્હીના બજારો સહિત દેશભરના વેપારીઓ પણ આ છ મહિનાની સિઝનની તૈયારી કરી રહ્યા છે. 15 જાન્યુઆરીથી જૂન સુધીના આ 6 મહિનાની લગ્નની સિઝનમાં દેશમાં લગભગ 70 લાખ લગ્નો થશે.

આ લગ્ન સિઝનમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રૂપિયા 13 લાખ કરોડથી વધુનો બિઝનેસ થશે. ટ્રેડ ઓર્ગેનાઈઝેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) ના અંદાજ અનુસાર આ સિઝનમાં દિલ્હીમાં 8 લાખથી વધુ લગ્નો થશે. લગભગ આનાથી દિલ્હીમાં 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાની સંભાવના છે.

મળેલી માહિતી અનુસાર નવેમ્બરથી ડિસેમ્બરમાં લગ્નનની સિઝનમાં લગભગ 32 લાખ લગ્ન થયા અને 3.75 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હતો. CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાના કહ્યા અનુસાર પ્રમાણે લગભગ 10 લાખ લગ્નોમાં દરેક લગ્નમાં લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થશે. 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ ખર્ચ લગભગ 5 લાખ થશે. લગભગ 15 લાખ લગ્નમાં લગ્ન દીઠ 10 લાખ જેટલો ખર્ચ થશે અને 10 લાખ લગ્ન જેમાં લગ્ન દીઠ 25 લાખ ખર્ચ થશે.

લગભગ 10 લાખ લગ્નમાં 35 લાખ ખર્ચ આ વર્ષે લગ્નની ખરીદી દ્વારા લગભગ 13 લાખ કરોડ રૂપિયા બજારોમાં રોનક રહેશે. લગ્નની સિઝનમાં સારા બિઝનેસની સંભાવનાને ધ્યાનમાં રાખીને દેશભરના વેપારીઓ વ્યાપક તૈયારીઓ કરી રહ્યા છે. વેપારીઓ છેલ્લા રેકોર્ડ બિઝનેસથી પેદા થયેલા ઉત્સાહને જાળવી રાખવા માટે તમામ વ્યવસ્થા કરી છે.

CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાનાએ વધુમાં જણાવ્યું કે, લગભગ લગ્નના 80 ટકા ખર્ચ લગ્ન કરાવવામાં સામેલ અન્ય ત્રીજી એજન્સીઓને જાય છે. ત્યારે સીધા માત્ર 20 ટકા પૈસા વર-કન્યાના પરિવારોને જાય છે. મહત્વની વાત એ છે કે આ પૈસાનો 80 ટકા ભાગ ક્યાંય અટકતો નથી. પરંતુ ફરવા અને વિવિધ ખરીદી કરીને બજારમાં આવે છે. આ કારણથી નાણાકીય વ્યવહાર જળવાઈ રહે છે. દેશમાં લગ્નની સિઝન પણ એક મોટા કારોબારનું રૂપ લઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *