દેશના સૌથી લોકપ્રિય PM નરેન્દ્ર મોદી શ્રીલાલ પ્રભુપાદ (ઇસ્કોનના સંસ્થાપક-આચાર્ય) ની 125મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કરશે તેમજ તેમના સન્માનમાં 125 રૂપિયાનો સ્મારક ચાંદીનો સિક્કો આજના દિવસે રોજ બહાર પાડવામાં આવશે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં લઈ, કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે આયોજિત કરવામાં આવશે.
જેમાં 60થી વધારે દેશોના હજારો ઇસ્કોનના સભ્યો, મહાનુભાવો તથા સામાન્ય લોકો આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા રહેલી છે. પ્રધાનમંત્રીનું સ્વાગત પશ્ચિમ બંગાળમાં આવેલ ઇસ્કોનના વિશ્વનું મુખ્ય મથક માયાપુરનાં ભક્તિવેદાંત ગુરુકુલના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા સંસ્કૃત પ્રાર્થનાની સાથે કરાશે.
કેન્દ્રીય પર્યટન તથા સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીજીની ટિપ્પણી બાદ, પ્રધાનમંત્રી કોલકાતામાં અલીપોરમાં ભારત સરકારના મિન્ટ દ્વારા બનાવવામાં આવેલ સ્મારક સિક્કાનું અનાવરણ કરશે. ત્યારબાદ PM મોદી વૈશ્વિક પ્રેક્ષકોને સંબોધન કરશે. ઇસ્કોનના રાષ્ટ્રીય સંચાર નિયામક યુધિષ્ટિર ગોવિંદ દાસજી કહે છે કે, “શ્રીલ પ્રભુપાદજીના ભગવાન કૃષ્ણના ઉપદેશો તથા ભારતના શાંતિ અને સદ્ભાવનાના સંદેશને સમગ્ર વિશ્વમાં 11 વર્ષના ખુબ ઓછા સમયમાં લઈ જવા માટે તેમના અપ્રતિમ યોગદાનને ઓળખવા માટે, અમે માનનીય પ્રધાનમંત્રી મોદીજી.
આની સાથે જ જણાવે છે કે, ભારત સરકારનો આભાર માનીએ છીએ. હવે અમે આ ઉદ્ઘાટનને અનુરૂપ કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છીએ. શ્રીલ પ્રભુપાદના ઉપદેશો તથા પરંપરાને ઉજવવા માટે, સમગ્ર વિશ્વમાં કેટલાય કાર્યક્રમો તેમજ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.
એ.સી. ભક્તિવેદાંત સ્વામી કે, જેઓ શ્રીલ પ્રભુપાદ તરીકે પ્રખ્યાત બન્યા છે, તેઓ ભારતના સૌથી પ્રખ્યાત તેમજ લોકપ્રિય માર્ગદર્શિકોમાંના એક છે. જેઓ ભારતના કોલકાતામાં 1 સપ્ટેમ્બર વર્ષ 1896ના રોજ જન્મ્યા હતા. ત્યારબાદ, વર્ષ 1922માં તેમના આધ્યાત્મિક ગુરુને મળ્યા હતા કે, જેમને અંગ્રેજી બોલતા સમગ્ર વિશ્વમાં ભગવાન કૃષ્ણના ઉપદેશો ફેલાવવાની સૂચના આપી હતી.
વર્ષ 1965માં, 70 વર્ષની ઉંમરે, તેઓ એક કાર્ગો જહાજ પર બેસીને સંયુક્ત રાજ્ય અમેરિકા જવા માટે રવાના થયા હતા ત્યારે માર્ગમાં બે હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા તેમજ બોસ્ટન બંદર પર 7 ડોલરની કિંમતના ભારતીય રૂપિયા સાથે ઉતર્યા હતા. આગામી 12 વર્ષોમાં, તેમણે 108 મંદિરો, ડઝનેક ખેતી સમુદાયો, વૈદિક ગુરુકુળ, શાકાહારી રેસ્ટોરન્ટ્સની રચના કરી હતી તથા 70થી વધારે પુસ્તકો લખીને વિશ્વવ્યાપી આધ્યાત્મિક ક્રાંતિ લાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.