મંગળવારે ‘મંગલ’ શરૂઆત! નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતનાં આ શહેરોમાં શરૂ થશે 5G ઈન્ટરનેટ

ગુજરાત(Gujarat): આપણે સૌ 4G ઇન્ટરનેટ(4G internet) આવ્યા પછી પણ રોજબરોજની કેટલીય સમસ્યાઓ ભોગવી રહ્યા છીએ. જેમ કે ઈન્ટરનેટ નહીં આવવાના કારણે પ્રોસેસ થયા રાખવી, વોઇસ…

ગુજરાત(Gujarat): આપણે સૌ 4G ઇન્ટરનેટ(4G internet) આવ્યા પછી પણ રોજબરોજની કેટલીય સમસ્યાઓ ભોગવી રહ્યા છીએ. જેમ કે ઈન્ટરનેટ નહીં આવવાના કારણે પ્રોસેસ થયા રાખવી, વોઇસ કોલ કે વિડીયો કોલ પર મોડા મોડા અવાજ આવવો અઠવા કે વિડીયો કોલ ચોટી જવો. પણ હવે ગુજરાતીઓ સહિત ઘણા લોકોને આ તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળશે એ વાત તો નક્કી છે.

આવનાર નવું વર્ષ એટલે કે, 1 જાન્યુઆરીના ચાર દિવસ પહેલા મંગળવારે દેશના 13 શહેરોમાં ટૂંક જ સમયમાં 5G ઇન્ટરનેટ(5G internet) સેવા શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને 5G સેવા લાગુ થશે. જેને કારણે આ 13 શહેરોમાં ઈન્ટરનેટ સ્પીડ 4G કરતા પણ વધારે એટલે કે 10 ગણી હશે.

ઈન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. તે વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પડી રહ્યું છે. તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ફ્રીક્વન્સી બેન્ડ હોય છે.

ભારતના 13 શહેરોમાં શરૂ થશે 5G ઈન્ટરનેટ:
નવા વર્ષે દેશના 13 શહેરોમાં જ્યાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવશે, તેમાં ગુજરાતના સૌથી  ધુ 3 શહેરોનો સમાવેશ થાય છે. આ સિવાય મહારાષ્ટ્રના બે શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી અમદાવાદ, જામનગર, ગાંધીનગર આ ત્રણ શહેરમાં 5G ઇન્ટરનેટ શરુ થશે.

દેશના અન્ય શહેરો જેમાં ચંડીગઢ, ગુરુગ્રામ, મુંબઈ, પૂણે, બેંગલોર, ચેન્નાઈ, દિલ્હી, લખનૌ, કોલકાતા અને હૈદરાબાદમાં 5G ઇન્ટરનેટ શરુ થશે.

એરિક્સન, 5G સ્પીડ માટે કામ કરતી કંપનીનું કહેવું છે કે ભારતમાં આગામી 5 વર્ષમાં 50 કરોડ કરતા પણ વધારે 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે. 5G ઈન્ટરનેટ સેવાના શરુ થવાથી ભારતમાં ઘણા બધા ફેરફાર થવાના છે. આનાથી લોકોનું કામ સરળ બનશે પરંતુ સાથે સાથે મનોરંજન અને સંચાર ક્ષેત્રે પણ ઘણો ફેરફાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *