સુરતમાં સરકારી બસે લીધો 7 વર્ષીય માસુમ બાળકીનો જીવ, બસ નીચે કચડાતા કરુણ મોત- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): ડાયમંડ સીટી સુરત(Diamond City Surat)માં ફરી એકવાર બેફામ બનીને ચાલી રહેલી બસે એક માસુમ બાળકીનો જીવ લઇ લીધો છે. સુરતના સહારા દરવાજા(Sahara Darwaja) પાસે GSRTC એસટી બસે બાઈકને જોરદાર ટક્કર મારતા 7 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં 7 વર્ષની છોકરીનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ગત રાત્રે પિતા સાથે જતી વખતે બે ફામ આવેલી બસે ટક્કર મારતા મોપેડ પાછળ બેસેલી માસૂમ બાળકી બસના ટાયર નીચે આવી ગઈ હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં પિતા અને અન્ય બે બાળકીનો ચમત્કારી રીતે બચાવ થયો હતો.

આ અકસ્માત અંગે મહિધરપુરા પોલીસ દ્વારા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. સુરતમાં અવાર નવાર બસનો કહેર સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અવારનવાર નિર્દોષ લોકો માટે કાળ બની રહી છે બસો:
જો વાત કરવામાં આવે તો બેફામ દોડી રહેલી બસો અવારનવાર નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવે છે. ત્યારે  પુરપાટ ચાલી રહલી બસો પર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહિ તે તો જોવું જ રહ્યું. આ પ્રકારની ઘટના પહેલી વર નહિ પરંતુ અવારનવાર સામે આવી રહી છે જેને લીધે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *