જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- સાત આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં બે અલગ-અલગ એન્કાઉન્ટર(Encounter)માં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ(Terrorists)માંથી ચારની ઓળખ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે 6 આતંકીઓમાંથી 2 પાકિસ્તાનના હતા. જ્યારે 2 સ્થાનિક આતંકવાદીઓ હતા. આ સિવાય અન્ય 2ની ઓળખ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે બુધવારે કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ વખતે એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના મિરહામા વિસ્તારમાં થયું હતું. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.

જેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે સ્થાનિક આતંકવાદીઓ અને એક પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બુધવારે અનંતનાગમાં પણ એન્કાઉન્ટર થયું હતું, જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓની ઓળખ બે સ્થાનિક આતંકવાદી અને એક પાકિસ્તાની આતંકવાદી તરીકે કરવામાં આવી છે. આ તમામ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા અને ઘણા આતંકવાદી ગુનાઓ અને નાગરિક અત્યાચારમાં સામેલ હતા.

આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન વધુ ઝડપી:
વાસ્તવમાં, ઘાટીમાં આતંકવાદીઓ તેમના નાપાક ષડયંત્રને અંજામ આપતા સતત સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી છે. આ પહેલા બુધવારે અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળોના જવાનો ઘટનાસ્થળે આતંકીઓના ગોળીબારનો જવાબ આપી રહ્યા છે.

કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે હાલમાં કાશ્મીરના બે જિલ્લા અનંતનાગ અને કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે સ્થાનિક આતંકવાદીઓ અને એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા છે. શોધ હજુ ચાલુ છે. એક એમ4 અને બે એકે 47 રાઈફલ મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *