કોરોનાના મહામારીમાં બાળકોને તેમનો સમય કાઢવા માટે મોબાઈલ જરૂરી બન્યા છે. મોબાઈલ પર અશ્લિલ ફિલ્મો જોઈને 13 વર્ષના ભાઈએ તેની 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. છ મહિનાથી બહેન પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. પેટમાં રહેલા બાળકમાં જટિલ સમસ્યાને લીધે તેની ડિલિવરી પણ કરાવવામાં આવી છે. અલવર જિલ્લાના ભિવાડી વિસ્તારમાં આ ઘટના બની છે.
કોરોના કાળમાં બાળકો ઘરે જ રહેવાથી સતત ફોન લઈને બેસે છે. કોરોનાને કારણે શાળાઓ બંધ છે. ઘરે રહીને બાળકો ઈન્ટરનેટ પર ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ઈન્ટરનેટથી તેમના સુધી અશ્લિલ માહિતી પણ પહોંચી રહી છે. જેને લીધે પરિવાર માટે તે ચિંતાની વિષય બન્યો છે. ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોબાઈલ પર અશ્લીલ ફિલ્મો જોઈ રહેલા 13 વર્ષના એક ભાઈએ 15 વર્ષની પોતાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બહેન છ મહિનાની પ્રેગનેટ પણ થઈ ગઈ છે. બહેન ના પેટમાં રહેલા બાળકને જટિલ સમસ્યા સર્જાવાને કારણે ડિલિવરી પણ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પરિવાર મહારાષ્ટ્રનો રહેવાસી છે અને ભિવાડીમાં કામ કરે છે. હવે મહારાષ્ટ્ર પોલીસે જીરો FIR મોકલી તો તેને આધારે આ ઘટનાનો ખુલાસો થયો. ભિવાડીની એક ખાનગી શાળામાં ધોરણ-9માં પીડિતા અભ્યાસ કરે છે. તેનો નાનો ભાઈ ધોરણ-7માં અભ્યાસ કરે છે. મહિલા પોલીસ સ્ટેશનએ કહ્યું કે, મહારાષ્ટ્રનો એક પરિવાર મજૂરી માટે લાંબા સમયથી ભિવાડીમાં રહેતો હતો. પૌત્રીના પેટની સ્થિતિ જોઈ દાદીને શંકા થઈ હતી તો તેમણે તપાસ કરાવવા જણાવ્યું ત્યારે તપાસમાં તે ગર્ભવતી નિકળી હતી.
પરિવારને આ અંગે માહિતી મળી ત્યારે તેઓ પર આભ તૂટી પડ્યું અને તેઓ તાત્કાલિક મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામ જતો રહ્યો. ત્યારે ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ ખરાબ થતા ડિલીવરી કરાવવી પડી. પીડિતાએ મહારાષ્ટ્ર પોલીસને હોસ્પિટલમાં એક નિવેદન આપ્યું હતું. સેવાગ્રામ પોલીસે જીરો FIR નોંધાવી ભિવાડી પોલીસને મોકલી. આરોપી અને પીડિતા તથા હોસ્પિટલમાં લેવામાં આવેલા ભ્રૂણના DNA સેમ્પલ લેવા માટે મહારાષ્ટ્ર પોલીસ ટીમ ગઈ છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, ભાઈ-બહેન દિવસભર ફોન જોતા હતા. તે સમયે તેમને ભૂલથી કોઈ લિંક મળી ગઈ અને તેઓ અશ્લિલ ફિલ્મો જોવા લાગ્યા હતા. રમત-રમતમાં બન્નેએ શારીરિક સંબંધ બનાવી લીધા હતા. તેમની વચ્ચે કેટલી વાર શારીરિક સંબંધ બંધાયો હતો તે હાલ જાણી શકાયું નથી. જો તમારા બાળકો મોબાઈલ ફોન અથવા કોઈ પ્રકારના ગેજેટ્સનો ઉપયોગ કરે છે તો સતત દેખરેખ રાખતા રહેજો. સોફ્ટવેરની મદદથી અશ્લિલ કન્ટેન્ટ લિંક લોક કરો. બાળકો સાથે સમય વિતાવો અને તેમની સાથે વાતચીત કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.