મધ્યપ્રદેશમાં આવેલા બેતુલ જિલ્લામાં રહેતી એક 13 વર્ષની કિશોરીએ ભાજપના નેતા ઉપર દુષ્કર્મ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પોલીસને ફરિયાદ નોંધાવતા કહ્યું કે, “રમેશ અંકલે સોમવારે સાંજે મને તેમના ઘરે બોલાવી અને મારી સાથે ગંદુ કામ કર્યું હતું. આવું તેણે મારી સાથે પહેલા પણ કરેલું છે. તેઓ મને થોડા પૈસા આપતા અને કોઈને કહેવાની ના પાડતા હતા. પરંતુ સોમવારે મે મારા પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.”
જ્યારે કિશોરી એ ઘટનાની વાત તેના પરિવારને કહી ત્યારે તેનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને બીજેપીના નેતા રમેશ ગુલહા ખીલા ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ વાતને જાણ રમેશને થઇ ત્યારે તેને મોકાનો ફાયદો ઉઠાવ્યો અને તે તેના ઘરેથી ભાગી ગયો જ્યારે પોલીસ રમેશ ના ઘરે પહોંચી ત્યારે પોલીસને રમેશ ના મળ્યો.
આ વાતની જાણ સમગ્ર જિલ્લામાં થતા લોકો રોષે ભરાયા હતા અને બધા જ લોકો રમેશના ઘરની બહાર હંગામા કરી રહ્યા હતા લોકોએ ગુસ્સામાં આવીને રમેશ ની ગાડીને પણ આગ લગાવી હતી. જિલ્લાના તમામ લોકોએ આરોપી રમેશ ની ગાડીમાં આગ લગાવીને તેના ઘરની બહાર હોબાળો કર્યો હતો. ત્યારબાદ લોકોને શાંત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ બોલાવવામાં આવ્યા હતા.
ભીડ વિખવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. લોકો ખૂબ જ ગુસ્સામાં હતા અને તેથી પોલીસ સોમવારે આખી રાત આરોપી રમેશની ઘરની બહાર જ રહી હતી. અને સાથે સાથે જિલ્લાના તમામ એસડીઓપી અને ટીઆઈને ત્યાં બોલાવીને રમેશના ઘરે રહેવાની ડ્યૂટી આપી હતી.
રમેશના ઘરની બહાર રહેવાની ડ્યૂટી બૈતુલ બજાર, મુલતાઈ, બૈતુલના ટીઆઈ, બૈતુલ, શાહપુર અને ભૈંસદેહીના તમામ એસડીઓપીને આપી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપી રમેશને શોધવાનું શરુ કર્યું છે. અને કે સળગાવના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, અમે જલ્દીથી આરોપી રમેશની ધરપકડ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.