ઘોર કળિયૂગ! ગુજરાતના આ શહેરમાં માત્ર 13 વર્ષની તરૂણીએ આપ્યો બાળકને જન્મ

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે.

ગુજરાતમાં જાણે હવે મહિલા, યુવતી અને બાળકીઓ અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યમાં અવાર નવાર બળાત્કાર અને છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવી છે પરંતુ જાણો તેમના મનમાં પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોઈને-કોઈ જગ્યાએ યુવતીઓ હવસનો શિકાર બનતી હોય છે.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ જામનગરમાંથી આજરોજ એક અવિશ્વાસનીય ઘટના સામે આવી છે. જામનગરની એક હોસ્પિટલમાં 13 વર્ષની તરૂણીએ બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, જ્યારે આ તરૂણીને સારવાર માટે દાખલ કરવામાં આવી ત્યારે તેની ઉંમર પરિવાર દ્વારા 19 વર્ષની હોવાનું જણાવવામાં આવ્યું હતું પણ જ્યારે પોલીસે આધારકાર્ડ માંગવીને તરૂણીની જન્મ તારીખ જોવામાં આવી ત્યારે જાણ થઈ કે, આ તરૂણીની ઉંમર 19 વર્ષ નહીં પણ 13 વર્ષની હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલા હાડાટોડા ગામની સિમમાં રહેતી અને મજૂરી કામ કરતી 13 વર્ષની તરૂણીને ગર્ભવતી અવસ્થામાં જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તરૂણીની જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવવામાં આવી હતી. તે સમયે તેની ઉંમર પરિવારના સભ્યો દ્વારા 19 વર્ષની હોવાનું કહેવામા આવ્યું હતું.

આ 13 વર્ષીય યુવતીને જીજી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ તરૂણીએ જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે ડૉક્ટરને શંકા જણાઈ હતી. તેથી તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે, બાળકને જન્મ આપનાર તરૂણીની ઉંમર 19 વર્ષની નહીં પરંતુ 13 વર્ષની છે. તેથી સમગ્ર મામલે પોલીસે તરૂણીની બહેન અને જીજાની પૂછ્પરછ કરતાં તરૂણી પર સાત મહિના પહેલા એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો હતો.

પોલીસને જાણવા મળ્યું હતું કે, સાત મહિના પહેલા તરૂણી ધ્રોલ તાલુકામાં આવેલા આણંદપર ગામના વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતી હતી. તે સમયે બાજૂના ખેતરના કામ કરતાં અનેશ ભૂરીયા નામના ઇસમે તરૂણી પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે તરૂણીના પરિવારના સભ્યો દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતો અને ધ્રોલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે રાજકોટના કોઠારીયા પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવી હતી. તેથી કોઠારીયા પોલીસ દ્વારા તરૂણી સાથે દુષ્કર્મ ગુજારનાર અનેશ ભૂરીયા સામે IPCની કલામ 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે ભોગ બનનાર તરૂણીના બાળકના DNA ટેસ્ટ કરાવવાની તજવીજ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *