હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. મોદી સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કેટલીક યોજનાઓ અને રાહત પેકેજ બહાર પાડવામાં આવતા હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.જમ્મૂ-કશ્મીરનાં ઉપરાજ્યપાલ બન્યા પછી મનોજ સિન્હાએ પહેલીવાર રાજ્યની માટે આજે કેટલીક જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારનાં રોજ રાજ્યની માટે કરોડો રૂપિયાનાં પેકેજની જાહેરાત કરી છે. મુશ્કેલીનો સામનો કરી રહેલ જમ્મૂ-કશ્મીરનાં ધંધાર્થીઓની માટે કુલ 1,350 કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
ઉપાયોના ફાયદા :
તેની સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ માટે 1 વર્ષ સુધી પાણી તેમજ વીજળી બીલનાં કુલ 50% માફ કરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત કરતાં મનોજ સિંહાએ જણાવતાં કહ્યું હતું કે, આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલ રાજ્યનાં ઉદ્યોગપતિઓની માટે કુલ 1,350 કરોડનાં આર્થિક પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થઈ રહ્યો છે.
આ ધંધાર્થીઓને સુવિધા આપવા માટે પણ આત્મનિર્ભર ભારત તેમજ બીજા ઉપાયોનાં લાભ વધુ છે. તો આવો જાણીએ કે, જમ્મુ-કાશ્મીરને માટે જાહેર કરાયેલ આ પેકેજમાં શું રહેલું છે?ઉપરાજયપાલ મનોજ સિન્હાએ વીજળી તથા પાણીનાં બિલ પર 1 વર્ષ સુધી 50% છૂટ આપવાની જાહેરાત કરી છે. જમ્મૂ-કશ્મીરમાં વિજળી તેમજ પાણીના બિલમાં 1 વર્ષ સુધી માટે કુલ 50% પણ છૂટ આપવામાં આવશે.
તેની સિવાય જમ્મૂ-કશ્મીરમાં તમામ કરજધારકોનાં મામલામાં માર્ચ 2021 સુધીમાં સ્ટેંપ ડ્યૂટીમાં છૂટ આપી દેવામાં આવી છે. સારા મૂલ્ય નિર્ધારણ પુનર્ભૂગતાન વિકલ્પોની સાથે પર્યટનનાં ક્ષેત્રમાં લોકોને નાણાકિય સહાયતા માટે જમ્મૂ-કશ્મીર બેન્ક દ્વારા કસ્ટમ હેલ્થ-ટૂરિજ્મ યોજનાની સ્થાપના થશે.
વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ 6 માસ માટે કોઈપણ પ્રકારની શરત વિના વ્યવસાયિક સમુદાયમાં તમામ ઉધારકર્તાને કુલ 5% વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે. ઉપરાજ્યપાલે જણાવતાં કહ્યું કે, આ એક મોટી રાહત હશે. રાજ્યમાં રોજગાર પેદા કરવામાં મદદ કરશે.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ હસ્તશિલ્પ ઉદ્યોગમાં કામ કરનાર લોકોને કુલ 7% સબવેંશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવતાં કહ્યુ કે, ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ અમે હથકરઘા તથા હસ્તશિલ્પ ઉદ્યોગમાં કામ કરનાર લોકોની માટે મહત્તમ સીમા 1 લાખ સુધીની વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એમણે કુલ 5% વ્યાજ સબવેંશન પણ આપવામાં આવેલુ છે. નિવેદન મુજબ આ યોજનામાં અંદાજે કુલ 950 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આગામી 6 માસ માટે આ નાણાકિય વર્ષમાં ઉપલબ્ધ રહેશે. 1 ઓક્ટોબરથી જમ્મૂ-કશ્મીર બેન્ક યુવાઓ તથા મહિલાઓના ઉદ્યમોની માટે એક વિશેષ ડેસ્કની શરૂઆત કરવામાં આવશે. જેમાં યુવા અને મહિલા ઉદ્યોગોને કાઉન્સિલિંગ આપવામાં આવશે. આ જાહેરાતોને PM નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને આગળ લઈ જવાના લઈને આ પગલું લેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en