ટીઆરબી જવાનોને ચડ્યો કમિશનરનો રોફ, રસ્તા વચ્ચે મારામારી કરતા CCTVમાં થયા કેદ -જુઓ વિડીયો

સુરતમાં ટીઆરબી જવાનો જાણે તેઓ પોલીસ અધિકારી હોય તેવું વર્તન કરી રહ્યા છે. તેઓ વારંવાર વિવાદમાં આવતા હોય છે. અને દાદાગીરી ની ઘટનાઓ સામે આવતી…

સુરતમાં ટીઆરબી જવાનો જાણે તેઓ પોલીસ અધિકારી હોય તેવું વર્તન કરી રહ્યા છે. તેઓ વારંવાર વિવાદમાં આવતા હોય છે. અને દાદાગીરી ની ઘટનાઓ સામે આવતી હોય છે.

આવી જ ઘટના સુરતના ડભોલી વિસ્તાર ચાર રસ્તા પાસે બની છે.તેમાં પૂર ઝડપે ટીઆરબી જવાનો ગાડી માં આવે છે અને ટેમ્પો ની આગળ આવી ગાડી ઉભી રાખી દે છે.ત્યારબાદ ટેમ્પો ચાલકને ગાડી ઉભી રાખવાની ફરજ પડે છે.

જેવી ટેમ્પોચાલક ગાડી ઉભી રાખે છે તો બે ટીઆરબી જવાનો બાઈક પરથી ઉતારીને તેની સાથે મારઝૂડ કરવા લાગે છે. આમા દૂર દરમિયાન ટેમ્પો ચાલકને મોઢાના ભાગે લોહી પણ નીકળી આવે છે.

આ સમગ્ર કાર્યવાહી નું એક જાગૃત નાગરિક વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને વિડિયો રેકોર્ડિંગ કરતો જોઈ તેની સાથે પણ તેમણે ગાળાગાળી કરી હતી.

આ રીતે સુરતના ટીઆરબી જવાનોની ખુલ્લી દાદાગીરી ફરી વખત સામે આવી.તેઓ જાણે કોઈ પીઆઇ લેવલના અધિકારીઓ હોય તેવી રીતે સામાન્ય પ્રજા સાથે વર્તન કરી રહ્યા છે. જ્યારે તેમનું કામ ફક્ત ટ્રાફિક નિયમન કરવાનું જ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *