એક જ રાતમાં ૧૪ ઇંચ વરસાદ ખાબકતા અમદાવાદીઓની મદદ માટે પોકાર, પરંતુ મુખ્ય કંટ્રોલ રૂમના ફોન આઉટ ઓફ સર્વિસ

અમદાવાદ(Ahmedabad) શહેરમાં ગઈકાલ રાતથી જ મુશળધાર વરસાદ વરસવાનો ચાલુ થયો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જાણવા મળ્યું છે કે, સોમવારે સવારે 7 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.29 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. પાલડી(Paldi), હાટકેશ્વર(Hatkeshwar), બોપલ-ઘુમા, વાસણા, એલિસબ્રિજ, સરસપુર સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં હતા.

કંટ્રોલ રૂમના ફોન આઉટ ઓફ સર્વિસ:
ભારે વરસાદને કારણે લોકોને ખુબ જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જેથી શહેરના લોકોએ મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ પર ફોન કરતાં ફોન આઉટ ઓફ સર્વિસ બતાવી રહ્યાં હતા. પાલડી ટાગોર હોલનો મુખ્ય કન્ટ્રોલ રૂમ નંબર હાલમાં બંધ થઈ ગયો હતો.

વેજલપુરના શ્રીનંદનગર-1 વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોરના અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. નીચેના માળે રહેતા લોકો ઘરવખરી પલળી ગઈ છે. જેના કારણે લોકોને ઘણી હાલાકી વેઠવી પડી હતી.

શાળા-કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી ​​​​​​:
મળતી માહિતી અનુસાર,  શહેરમાં શાળા-કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે. તમામ ગાર્ડન પણ બંધ કરી દેવાયા છે. આ સિવાય ભારે વરસાદના કારણે ગઇકાલ રાતથી વીજળી ગુલ થઈ ગઈ છે. બકેરી સિટીમાં કમર સુધીના પાણી ઘૂસ્યા હતા.

વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર પાણી હજુ સુધી ઓસર્યા નથી. રોડ પર આખી નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શાંતિસદન 2 કોમ્પ્લેક્સમાં ભોંયરામાં આવેલી દુકાનો આખી ડૂબી ગઈ છે.

પ્રહલાદનગરના ઔડા તળાવની પાળી તૂટી:
અતિ ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી પડી હતી. જેના કારણે વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં છે. પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. લોકોનાં ઘરમાં પણ પાણી ઘૂસી ગયાં હતા.

અનેક મકાનો અત્યારે પાણીમાં ગરકાવ:
આ ઉપરાંત ઉસ્માનપુરા, અખબારનગર અને શાહીબાગ અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતાં ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા. નીચેના માળે આવેલાં અનેક મકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે અને લોકોની ઘરવખરી પણ વેર વિખેર થઈ ગઈ છે. પોતાનો કીમતી સામાન કે પૈસા અને દાગીના વગેરે તેમને ઉપરના માળે માળિયામાં મૂકવા પડયા છે. હજી સુધી આ વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી, જેને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *