ગીર સોમનાથ: તાલાલામાં પિતાએ પોતાની જ 14 વર્ષની બાળકીની બલિ ચડાવી હોવાની આશંકા- ઘટના જાણીને ધ્રુજી ઉઠશો 

ગુજરાત(Gujarat): ગીર સોમનાથ(Gir Somnath)માં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં તાલાલા(Talala)ના ધાવા(Dhava) ગામમાં પિતાએ પોતાની જ બાળકીની બલિ ચડાવી હોવાના આરોપ લાગી રહ્યા છે. નવરાત્રીમાં તાંત્રિક વિધિ(Tantric ritual)ના નામે બાળકીની બલિ ચડાવવામાં આવી હોવાની ચર્ચાને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર વ્યાપી છે. બીજી બાજુ આ અંગે જાણ થતાં પોલીસ પણ દોડતી થઇ ગઈ છે. સતત બે દિવસથી પોલીસે ધામાં નાખ્યા છે એને તપાસ કરી રહી છે. વધુ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નવરાત્રીના આઠમા નોરતે પિતાએ જ બાળકીની બલિ ચડાવી હોવાની આશંકા: ગ્રામજનો
મહત્વનું છે કે, એકવીસમી સદીમાં પણ લોકોમાં અંધશ્રદ્ધામાં વિશ્વાસ મજબૂત હોવાની પ્રતીતિ કરાવતી ઘટના સામે આવતાં ગામ સહિત રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વાડી વિસ્તારના પોલીસના બાતમીદારોદ્વારા બાતમી આપવામાં આવી હતી કે, અહીંના વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ રહે છે. જે પહેલા સુરત રહેતા હતા અને છેલ્લા છ મહિનાથી અહીં વતનમાં આવીને વસવાટ કરે છે. ભાવેશભાઈની 14 વર્ષની માસુમ બાળકી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. આ માસુમ દીકરીની આઠમાં નોરતાના દિવસે રાત્રીના તેના જ પિતાએ બલિ ચડાવી હોવાની આશંકા સાથેની કેફિયત જણાવી હતી, જે વિગતો જાણીને એક તબક્કે પોલીસ અધિકારીના પગ તળે જમીન સરકી ગઈ હતી.

બાળકી જીવિત ન થતા આખરે કરાઇ અંતિમ વિધિ:
મળતી માહિતી અનુસાર, આરોપીએ હત્યા બાદ 4 દિવસ સુધી મૃતદેહ સાચવ્યો હતો અને મંત્ર વિદ્યા દ્વારા તેને જીવિત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. જેમાં દીકરી જીવિત ન થવાને કારણે અંતે મૃતક દીકરીની અંતિમવિધિ કરવામાં આવી હતી. હાલ આ બધા આરોપસર પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાની કરી અટકાયત કરવામાં આવી છે અને પિતા તથા અન્ય લોકોની તાલાલા મામલતદાર દ્વારા પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ભેદભરમ જેવા આ કિસ્સામાં શું કોઈ ચોંકાવનારૂ સત્ય બહાર આવે છે કે નહિ?

મહત્વનું છે કે, જે સ્થળે ઘટના બની હોવાની આંશકા વ્યક્ત થઈ છે ત્યાંથી પોલીસને મળેલા પુરાવાઓ FSLમાં પરીક્ષણ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા પછી પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી શકશે. હાલ પોલીસ દ્વારા બાળકીના પિતા સહિત ચાર લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *