14 year old girl set fire to school 20 killed, Guyana, South America: હાલમાં જ અત્યંત ચોકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. એક વિદ્યાર્થીની એ પોતાની શાળામાં આગ લગાવી દીધી હતી અને આ ઘટનામાં 20 લોકો જીવતા ભડથું થયા હતા. 14 વર્ષની એક વિદ્યાર્થીની પર તેની શાળામાં આગ લગાવવાનો આરોપ છે. તેના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, તે શિક્ષક દ્વારા ફોન જપ્ત કરવાથી યુવતી ગુસ્સે થઇ હતી. ઘટના પહેલા તેણે આગ ચાંપી દેવાની ધમકી પણ આપી હતી. આ મામલો દક્ષિણ અમેરિકન દેશ ગુયાના (Guyana) નો છે.
At least 19 students were killed after a fire engulfed a gov’t boarding school in Guyana which serves mostly Indigenous students.
Authorities are investigating whether it was started deliberately ⤵️
🔗: https://t.co/spwzvOOY2z pic.twitter.com/2MDlPoad1b
— Al Jazeera English (@AJEnglish) May 23, 2023
અહેવાલ મુજબ, મહદિયા માધ્યમિક શાળા (Mahdia Secondary School) ની ગર્લ્સ હોસ્ટેલમાં સોમવારે રાત્રે આગ લાગી હતી. થોડી જ વારમાં, આગ આખી શાળામાં ફેલાઈ ગઈ હતી. ઘણી વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ તેમાં ફસાયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં 20 લોકોના મોત થયા હતા.
આ ઘટના રાજધાની જ્યોર્જટાઉનથી લગભગ 200 માઈલ દૂર સેન્ટ્રલ ગુયાના માઈનિંગ ટાઉનમાં બની હતી. હવે આ મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે કે આગ લગાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સ્કૂલની એક વિદ્યાર્થીની હતી. વિદ્યાર્થીનો મોબાઈલ તેના શિક્ષકે જપ્ત કર્યો હતો. આ વાતથી તે નારાજ હતી. ગુસ્સામાં તેણે ભયજનક પગલું ભર્યું. યુવતી પોતે પણ આગમાં દાઝી ગઈ હતી.
A deadly dormitory fire that killed 19 students in Guyana was set by a fellow student after her cellphone was confiscated.pic.twitter.com/GOrtRdMzpQ
— No Jumper (@nojumper) May 24, 2023
પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
પોલીસનું કહેવું છે કે, આરોપી વિદ્યાર્થીનીએ માત્ર એટલા માટે આગ લગાડી કારણ કે સ્કૂલ પ્રશાસને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને જપ્ત કરી લીધો હતો. વાસ્તવમાં, શાળા પ્રશાસનને જાણ થઈ હતી કે વિદ્યાર્થીની એક વૃદ્ધ વ્યક્તિના સંપર્કમાં હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગયાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગોવિયાએ જણાવ્યું કે, આરોપી યુવતીની ઉંમર લગભગ 14 વર્ષની છે. જ્યારે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો ત્યારે તેણે ગર્લ્સ હોસ્ટેલને આગ લગાડી દેવાની ધમકી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.