રાજ્યમાં આવેલ સુરત શહેરની મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ પરિવારની દીકરી પર જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. સમાપરવીન, 14 વર્ષીય બાળકીને લિવરની નળીઓની સમસ્યા હતી. જેને કારણે એમનો ગરીબ પરિવાર ખૂબ ચિંતિત રહેતો હતો.
તેના પરિવારમાં માનસિક રીતે અસરગ્રસ્ત એવા તેના પિતાજી શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહ્યાં છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેને બડ ચીઆરી સિંડ્રોમ નામની બીમારી છે. જેની સારવાર માટે તેનો પરિવાર અનેક રાજ્યોની સરકારી હોસ્પિટલમાં જઈ આવ્યાં હતાં. આર્થિક અસગવડતા તથા પૂરતી સમજણ ન હોવાને કારણે કોઈપણ હોસ્પિટલમાં સારવાર સંભવ બની ન હતી.
ચર્ચા વિચારણા કર્યાં પછી ઓપરેશન કરવાનું નક્કી થયું :
3 વર્ષ અગાઉ સ્મિમેર હોસ્પિટલમાં આવેલ ઇન્ટરવેંશનલ રેડીઓલોજી વિભાગમાં આની માટેની સારવાર કરાવવા માટે આવ્યાં હતાં, ત્યારે પણ પૂરતી સમજણના અભાવે તેઓની સારવાર થઈ ન હતી. ત્યારબાદ પરિવાર માટે સમાજ સેવિકા જાગૃતિબેન તથા એમનાં પતિએ ઇન્ટરવેંશનલ રેડિઓલોજીનાં ડો. જીગર આઈયા તથા ડો. પરેશ પટેલની સાથે મુલાકાત કરીને તેમની સ્થિતિ, રોગ તથા સારવાર માટેનાં ઓપરેશનની ચર્ચા વિચારણા થયા બાદ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું.
નળીને ખોલી સ્ટેન્ટ મૂકવામાં આવ્યો :
ઓપરેશનમાં વર્ષોથી બંધ પડેલ લિવરની નળીને ખોલીને ત્યાં સ્ટેન્ટ મૂકવાનો હતો કે, જે ખુબ ખર્ચાળ ઓપરેશન હોય છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજે 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. સ્મીમેર હોસ્પિટલના ઇન્ટરવેંશનલ રેડીઓલોજી વિભાગમાં આ ઓપરેશન સંભવ હતું પણ આ ઓપરેશનમાં વાપરવાના સાધનો જેવા કે કેથેટર, વાયર, બલૂન અને સ્ટેન્ટ ની કિંમત વધારે હોય છે.
આ સાધનો બનાવતી કંપનીઓ, ઇન્ટરવેંશનલ રેડીઓલોજી ડિપાર્ટમેન્ટ તથા જાગૃતિબેન તરસરિયાની સહાયથી આ ઓપરેશન સફળતાપૂર્વક સામાન્ય ખર્ચમાં સંભવ બન્યો હતો. હાલમાં સમાપરવિન ઓપરેશનનાં 15 દિવસ બાદ કોઈ પણ જાતની તકલીફ વિના તંદુરસ્ત છે.
કાપકૂપ કે ટાંકા વગર પણ સર્જરી થાય છે :
ઇન્ટરવેંશનલ રેડીઓલોજી વિભાગ ફક્તને ફક્ત સુરતમાં આવેલ સ્મીમેર હોસ્પિટલમાં સંપૂર્ણપણે કાર્યરત રહેલાં છે. ગુજરાતની કોઈપણ સિવિલ અથવા તો મ્યુનિસિપલ કોર્પરેશનની હોસ્પિટલમાં ઇન્ટરવેંશનલ રેડીઓલોજીની સુવિધા નથી. ઇન્ટરવેંશનલ રેડીઓલોજીએ રેડીઓલોજી વિભાગની સુપર સ્પેશિયલાટી શાખા છે કે, જેમાં કોઈપણ જાતની કાપકૂપ અથવા તો ટાંકા લીધા વિના આવા જટિલ ઓપરેશન કરી શકે છે.
પરિવારને સમજણ આપી કરવામાં આવ્યું ઓપરેશન :
સમા પરવીન નામની કિશોરીનો પરિવાર 3 વર્ષ અગાઉ સ્મીમેરમાં આવેલ ઇન્ટરવેંશનલ રેડીઓલોજી વિભાગમાં આ રોગની સારવાર માટે આવ્યું હતું. જો કે, પૂરતી સમજણને અભાવે સારવાર થઈ શકી ન હતી. ત્યારપછી પરિવારનો સંપર્ક ઇન્ટરવેંશનલ રેડિઓલોજીનાં ડો. જીગર આઈયા તથા ડો. પરેશ પટેલની સાથે થયો હતો. રોગ તથા સારવાર માટેનાં ઓપરેશનની ચર્ચા થયા બાદ ઓપરેશનનું નક્કી કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle