કોરોનાનો ખૌફ: સુરતમાં 144 લાગુ કરાઈ વાંચો વિગતવાર

હાલમાં વિશ્વભરમાં નોવેલ વાયરસ એ પોતાનો કહેર મચાવ્યો છે.એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ આ વાઈરસના કુલ 126 થી વધારે કેસો નોંધાયા છે.જે બાબતેભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રી દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવે છે.જેના અનુસંધાને નો મોબાઇલ કોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતોઅટકાવવા માટે નીચે મુજબ જણાવેલ વિગતે સુરત પોલીસ કમિશનર શ્રી ની હદ વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો ફરવાનું જાહેરનામું કરવામાં આવેલ છે.

તસ્વીર સાંકેતિક છે.

જેમાં ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના એ લાગુ કરી છે.

આ અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનરશ્રીની હદમાં વિસ્તારમાં આવેલ જાહેર મોલ, મલ્ટીપ્લેક્સ ,સિનેમાઓ નાટ્યગૃહ જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ની હદમાં આવેલ જીમ, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પૂલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન,ક્લબ હાઉસ કે જેમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ કરવા.

સુરત શહેર પોલીસ કમિશનરશ્રીની હદમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ,ટ્યુશન ક્લાસીસ વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે જણાવવામાં આવે છે.

આ ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ની હદમાં આવતા તમામ હોટેલ, રેસ્ટોરન્ટ,ખાણીપીણીના સ્થળો અને તમામ જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો ના સંચાલકોએ કોના વાઇરસને ફેલાવતો અટકાવવા માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સેનેટરાઈઝર અને હાયજીન વ્યવસ્થા કરી પૂરતી તકેદારી રાખવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *