સુરતના 50 જ્વેલર્સે દિવસ રાત મહેનત કરી, સોનું-ચાંદી અને ડાયમંડમાંથી તૈયાર કર્યું નવું સંસદ ભવન

સુરત(Surat): શહેરના સરસાણા(Sarasana) સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર (Surat International Exhibition Centre)માં તા. 16 થી 19 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે. ત્યારે આ એક્ઝિબિશનમાં નવા સંસદ ભવન (Parliament House)ની 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના 50 જેટલા જ્વેલર્સનો ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો છે.

સુરત જ્વેલેરી મેનુફેકચરર્સ એસોસિયેશન (SJMA) દ્વારા ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી'(Temple of Democracy)ની થીમ હેઠળ આયોજિત બી ટુ બી જ્વેલેરી પ્રદર્શનમાં દિલ્હીમાં સાકાર થનાર નવા સંસદ ભવનનું સોના-ચાંદી અને મૂલ્યવાન પથ્થરોથી બનેલું મોડેલ- ‘લોકશાહીનું મંદિર’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક્ઝિબિશનમાં 250 જેટલા રિટેલર્સ, એક્ઝિબીટર્સ ભાગ લઈ રહ્યા છે.

આ પ્રદર્શનમાં આ વર્ષે પેપરલેસ રજિસ્ટ્રેશન, ન્યુનતમ પ્લાસ્ટિકનો ઉપયોગ, ઓછો વીજ વપરાશ, પેકેજ્ડ ફૂડનો વપરાશ ન કરવો, પ્લાસ્ટિક પાણીની બોટલની જગ્યાએ પાણીના કાર્ડનેટર, હરિયાળીમાં વધારો, દરેક મુલાકાતીઓને એક છોડની ભેટ ઉપરાંત પર્યાવરણની સુરક્ષા માટે પ્રદર્શન કેન્દ્રમાં એર કન્ડીશનરનું તાપમાન ૨૪ થી ૨૫ ડિગ્રી પર રાખવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગના વેલ્યુ એડિશનમાં ટેકનોલોજી અને મશીનો ઉપરાંત તમામ રત્નકલાકારોનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. લોકોએ માત્ર પુસ્તકો, વાર્તાઓમાં જ વાંચેલા કે સાંભળેલા હીરા અને દાગીનાઓનું એક નવું સ્વરૂપ અહી ‘રૂટ્સ પ્રદર્શની’માં નિહાળવા મળશે. વધુમાં તેમણે કહ્યું કે, કમિટમેન્ટ, મહેનત અને વિશ્વાસ જ સુરતીઓના વિકાસના મૂળભૂત માપદંડો છે. સુરત વૈશ્વિક સ્તરે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં ચમકે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સર કરવાની દિશામાં ‘રૂટ્સ જેમ્સ & જ્વેલેરી મેનુફેકચરર્સ શો’ પૂર્ણ યોગદાન આપશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુરત જ્વેલરી મેનુફેકચરર્સ એસોસિયેશન (SJMA)ના પ્રમુખ જયંતિ સાવલીયાએ કહ્યું કે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ સુરતને એક ટ્રેન્ડસેટર તરીકે ઓળખ અપાવવાનો છે. અહીં ઉત્પાદકો અને રત્નકલાકારો દ્વારા તૈયાર ડાયમંડ જ્વેલરીના અનેક રત્નો અને મુલ્યવાન અલંકારો તેમજ પ્રતિકૃતિઓ જોવા મળશે. આ વર્ષે ૧૦૦ થી વધુ જ્વેલરી ઉત્પાદકો દ્વારા નવા ટીઓડી કલેક્શન બહાર પડાશે, જેને વિદેશોના ટ્રેન્ડસેટર્સ પણ અનુસરશે એમ જણાવી તેમણે આ પ્રદર્શનમાં ચાર દિવસમાં દેશ-વિદેશથી ૮૦૦૦ થી વધુ લોકો મુલાકાત લેશે એવી શક્યતા છે એમ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *