મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરવામાં આવી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા હતા. પરંતુ, પહેલીવાર ગુજરાતમાં એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 15 વર્ષના તરુણને મ્યુકોરમાઈકોસિસ થયો છે. 15 વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસનો આ પ્રથમ કેસ જોવા મળ્યો છે. જાણવા મળ્યું છે કે, ઓપરેશન દરમિયાન બાળકના જમણી સાઈડના દાંત પણ કાઢવા પડ્યા છે.
મળતી માહિતી મુજબ, કોરોનાની સારવાર બાદ આ કિશોર મ્યુકરમાઇકોસિસનો શિકાર થયો હતો. હાલ આ કિશોર ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઓપરેશન દરમિયાન બાળકના જમણી સાઈડના દાંત કાઢવા પડ્યા છે. આ અંગે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. અભિષેક બંસલે જણાવ્યું કે, હાલ આ કિશોર સ્વસ્થ છે અને તે દેખરેખ હેઠળ છે.
15 વર્ષના કિશોરને ગયા મહિને કોરોના થયો હતો. માટે તેને 10 દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં કોરોનાની સારવાર દરમિયાન બાળકને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 24 એપ્રિલના રોજ તે કોરોનામુક્ત થઈને ઘરે ગયો હતો.
તેના પછીના અઠવાડિયામાં તેનામાં મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જોવા મળ્યા હતા. તેને દાંતમાં અને તાળવામાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. તેથી તાત્કાલિક તેનુ ઓપરેશન કરવુ પડ્યું હતું. ઓપરેશન કરીને તેનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ કાઢવો પડ્યો હતો. તથા દાંત પણ કાઢવા પડ્યા હતા. હાલ તે સારવાર હેઠળ છે.
આ અંગે ડો. અભિષેક બંસલ કહે છે કે, હમણા સુધી આપણે માનતા હતા કે ડાયાબિટીસ અને કોમોર્બિટમાં મ્યુકોર થતુ હતું. પણ કોરોનાની બીજી લહેરમાં એડલ્ટમાં મ્યુકોર જોવા મળ્યો છે. પવન અને શ્વાસ સાથે નાકમાં તે એન્ટર થાય છે. તેથી તે નાકમાં જન્મ લે છે. સાયનસમાં ફેલાય છે, ત્યાંથી આંખમાં, આંખથી મગજ તેમજ ફેફસા સુધી પહોંચી જાય છે. તેથી લોકોએ કોઈ પણ પ્રકારના ઓવર ક્રાઉડમાં જવુ હિતાવહ નથી.
કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં પણ કોરોના જોવા મળ્યો છે. પરંતુ કોરોના બાદ આવેલી મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં બાળકમાં અત્યાર સુધી કેસ જોવા મળતા ન હતા. પરંતુ આ કેસ ગુજરાતમાં પહેલીવાર કેસ જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે, બાળકો પણ આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે.
કોરોનાને લગતી બધી જ સાવધાની રાખવાની જરૂરી છે. જો કોરોના ન થાય તો સેકન્ડરી કોમ્પ્લીકેશન ન થાય. તરુણોમાં મ્યુકોરના કોઈ અલગ લક્ષણો નથી. વૃદ્ધો અને તરુણોને સરખા લક્ષણો છે. જો નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે તો તાત્કાલિક ડોક્ટરને બતાવી દેવું. આ ઉપરાંત કોરોના થયા બાદ નાક અને મોઢાનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.