અમદાવાદમાં 15 વર્ષીય સગીરા પર યુવકોએ ગેંગરેપ આચરી, લોહીલુહાણ હાલતમાં મુકી ફરાર

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા બળાત્કારના કિસ્સા દરમિયાન અમદાવાદમાંથી એક ચકચાર મચાવતો બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યું છે કે, સગીરાને અડાલજની હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદગારી કરનાર આરોપી ફરાર થઈ ગયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસ દ્વારા ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ચાંદખેડાના જગતપુરમાં રહેતી 15 વર્ષિય સગીરાને મળવાના બહાને બોલાવી કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં 2 મિત્રો શૈલેશ ભરવાડ અને વિજય ભરવાડે સગીરા સાથે હોટલના રૂમમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળતા તે બેભાન થઈ ગઈ. ત્યારબાદ અન્ય આરોપી, (તેનું નામ પણ) વિજય ભરવાડની મદદથી સગિરાને હોસ્પિટલમાં મૂકી ત્રણેય નરાધમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ છે કે, સગીરા જગતપુર વિસ્તારમાં જ રહેતા શૈલેશ ભરવાડ નામના યુવાનના પરિચયમાં આવી હતી. 10 જુલાઈએ શૈલેશે સગીરાને ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. આ દરમિયાન, શૈલેશ તેના મિત્ર સાથે કારમાં ત્યાં ઊભો હતો. ત્યારબાદ સગીરાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતેની એક હોટલની રૂમમાં લઈ ગયા હતા. પહેલા શૈલેશે નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી બંને મિત્રોએ વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી પોલીસ દ્વારા જગતપુર થઈ હોટલના સીસીટીવી તેમજ રેકોર્ડ અને સાયોંગીક પુરાવા એકઠા કરવામાં આવ્યા છે.

ત્યારબાદ આ અંગે ચાંદખેડા પોલીસ દ્વારા શૈલેશ ભરવાડ, વિજય ભરવાડ અને વિજય ભરવાડ આ ત્રણેય મિત્રોનાં ઘરે-સગાં- સંબંધીને ત્યાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા. જેથી પોલીસે ત્રણેયના મોબાઈલ નંબર ટ્રેસિંગમાં મૂક્યા છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય નરાધમો ભાગ્યા હોવાથી રોડ પરના સીસીટીવી તેમજ ટોલનાકાના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હવે તે જોવું રહ્યું કે, આ ગુનામાં પોલીસ તપાસમા શુ નવા ખુલાસા થાય!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *