ગણતરીની સેકેંડમાં ખૂંટિયાએ પછાડી પછાડીને આધેડને પતાવી દીધો- જુઓ વિડીયો

પાનીપત: આજકાલ એવા ઘણા વિડીયો વાઈરલ થાય છે જેમાં સાંઢનો ત્રાસ જોવા મળે છે. શેરીઓમાં અને મહોલ્લામાં આવા સાંઢના ત્રાસના કારણે લોકોને જીવ ગુમાવાવનો વારો આવતો હોય છે તેવા અનેક દાખલાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે જેમાં શેરીમાં ઘૂસી ગયેલા માતેલા ખૂંટિયાએ એક બાપાનો જીવ લઈ લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના હરિયાણાના પાનીપતની છે. સાંઢના આંતકનો આ વિચલિત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, હરિયાણાના પાનીપત જિલ્લામાં એક માતેલા સાંઢે 63 વર્ષના વૃદ્ધને અડફેટે લીધા હતા. 63 વર્ષના દીપચંદ બાપાા શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સાંઢ ત્રાટક્યો હતો. આ ખૂંટિયાએ બાપાને પછાડી પછાડીને ફક્ત 29 સેકન્ડમાં તેમનો જીવ લઈ લીધો હતો. હૉસ્પિટલમાં લઈ ગયેલા દીપચંદ બાપાને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

દીપચંદ બાપા નિત્યક્રમ અનુસાર, હાથમાં લાકડી લઈને શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, કાળા કલરનો એક સાંઢે હુમલો કર્યો હતો. એણે બાપાને શિંગડે ભેરવવાનો પ્રયાસ કરતા દીપચંદ બાપાએ લાકડીથી પ્રતિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના શેરીના નાકે લાગેલા સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, દીપચંદ બાપાએ આ ખૂંટિયાના હુમલાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લાકડીથી ખૂંટિયાને મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તોફાને ચઢેલા ખૂંટિયાએ બાપાને ઢીકે લેતા બાપાના પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું. સમગ્ર ઘટનાના કારણે વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

આ મુદ્દે સ્થાનિકોનું કહેવું હતું કે, છેલ્લા કેટલાક સમયથી શેરીઓમાં માતેલા સાંઢનો આતંક હતો. પરંતુ, પાલિકાની ઢોર પકડવા વાળી શાખા જાણે કે ફક્ત ચોપડા પર કાર્યરત હોય તેમ ક્યારેય ફરકી પણ નહીં. જેના કારણે આ ખૂંટિયાના ઢીકે બાપાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *