પ્રખ્યાત પર્યટન સ્થળ પર મોટી દુર્ઘટના… એકસાથે 150 લોકો બરફમાં દબાયા- 6 લોકોના મોત, કેટલાય ગુજરાતી હોવાની શક્યતા

સિક્કિમના પ્રખ્યાત પર્યટન સ્થળ ગંગટોકમાં મંગળવારે હિમપ્રપાત (હિમ સ્ખલન) થયો છે. જેમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 150 લોકો બરફમાં ફસાયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ 12:20 વાગ્યે બની હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં અકસ્માત થયો છે ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે, પરંતુ પ્રવાસીઓ પરવાનગી વગર 15મા માઈલ તરફ ગયા હતા. આ ઘટના 15મી માઈલમાં જ બની હતી.

ગયા વર્ષે ત્રણ મોટા હિમપ્રપાત આવ્યા હતા
જાન્યુઆરી 2022: તિબેટમાં હિમપ્રપાતને કારણે 8 લોકોના મોત થયા. સરકારી મીડિયા અનુસાર, આ દુર્ઘટના તિબેટના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં નિંગચી શહેરમાં ડોક્સોંગ લા ટનલ પાસે બની હતી.

નવેમ્બર 2022: જમ્મુ-કાશ્મીરના કુપવાડા માછિલ વિસ્તારમાં હિમસ્ખલનથી 3 સૈનિકો શહીદ થયા. જ્યારે આ ઘટના બની ત્યારે 56 રાષ્ટ્રીય રાઈફલ્સના આ પાંચ જવાન નિયમિત પેટ્રોલિંગ પર હતા. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં 3ના મોત થઈ ચૂક્યા હતા.

ફેબ્રુઆરી 2022: અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન બાદ ગુમ થયેલા 7 સૈન્ય કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા. સેનાના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા બે દિવસથી બરફમાં ફસાયેલા હતા. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ફસાયેલા સેનાના તમામ સાત જવાનોના મોત થયા છે. હિમસ્ખલન સ્થળ પરથી તમામ જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *