Cyclone Mocha: આવી રહ્યું છે ‘મોચા’ વાવાઝોડું! માછીમારોને દરિયો ન ખેડવા સૂચન- 18 દરિયાકાંઠા એલર્ટ પર

Cyclone Mocha: ભારતીય હવામાન વિભાગે (IMD) 2023ના પ્રથમ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર (Thunderstorm alert declared) કર્યું છે. હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યા અનુસાર, 9 મેની…

Cyclone Mocha: ભારતીય હવામાન વિભાગે (IMD) 2023ના પ્રથમ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર (Thunderstorm alert declared) કર્યું છે. હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યા અનુસાર, 9 મેની આસપાસ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે. જોકે, આ ચક્રવાતની તીવ્રતા હજુ સુધી IMD દ્વારા આંકવામાં આવી નથી. વર્ષના પ્રથમ વાવાઝોડાનું નામ મોચા છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, વિભાગના મોડેલિંગ મુજબ, વાવાઝોડું 9 મેની આસપાસ સક્રિય થઇ શકે છે, પરંતુ જ્યારે લો-પ્રેશર (Low-pressure)સર્જાશે ત્યારે તેની ઝડપ અને તીવ્રતા નક્કી કરવામાં આવશે.

સરકાર પણ એલર્ટ:

જો કે, હાલમાં દેશના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાવવાને લઈને કોઈ આગાહી નથી. તેમ છતાં માછીમારોને 7 મેથી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે, ઓડિશા સરકારના વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ બુધવારે જણાવ્યું હતું કે હવામાન વિભાગના કહ્યા અનુસાર ઓડિશા સરકારે પહેલેથી જ 18 દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાઓના કલેક્ટર અને 11 વિભાગોના અધિકારીઓને એલર્ટ પર મૂક્યા છે.

આ તારીખે બંગાળની ખાડી પર સર્જાઈ શકે વાવાઝોડું:

IMD એ કહ્યું કે, 6 મેની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ થવાની સંભાવના છે. જેના કારણે આ જ વિસ્તારમાં 07મી મેના રોજ લો પ્રેશરનું સર્જાશે. સિસ્ટમ 8 મેના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પ્રેશર કેન્દ્રિત થવાની સંભાવના છે. મહાપાત્રાના જણાવ્યા અનુસાર 9 મેની આસપાસ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન બની શકે છે. તેમણે કહ્યું કે સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

તંત્ર થયું એલર્ટ:

જો કે, હવામાન વિભાગ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે અથવા કોઈપણ પૂર્વીય દરિયાકાંઠા માટે વાવાઝોડા અંગે કોઈ ચેતવણી જારી કરી નથી. તેમ છતાં, ચક્રવાતની સંભાવના ધરાવતા તમામ જિલ્લાઓને તૈયાર રાખવામાં આવ્યા છે. NDRF, ODRAF અને અન્ય સાથે જિલ્લાઓ અને સંબંધિત વિભાગો કોઈપણ સંભવિત ઘટના માટે તૈયાર છે. જણાવી દઈએ કે રાજ્યમાં ઘણા વર્ષોથી ઉનાળામાં જ વાવાઝોડું આવી રહ્યું છે, જેના માટે સરકાર કામ કરી રહી છે. રાજ્યને 2019માં ફાની, 2020માં અમ્ફાન અને 2021માં યાસ વાવાઝોડું આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *