આખરે રેલવેનું થયું ખાનગીકરણ- હવે કંપની નક્કી કરે તે ભાડું આપવું પડશે

હાલ ભારતીય રેલ્વે ઝડપથી ખાનગીકરણ તરફ વિચાર કરી રહી છે. 8 અને 9 ડિસેમ્બરે રેલ્વે મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક બેઠી હતી, જે બેઠકમાં ભારતીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે અમલદારોને 150 એવા રૂટ તૈયાર કરવાનું કહ્યું હતું, જેના પર દુરંતો, તેજસ અને રાજધાની જેવી ટ્રેનો પસાર થાય છે. ખાનગી કંપનીઓ આ રૂટો પર ટ્રેન ઓપરેટ કરશે. આમાંથી 30 ખાનગી ટ્રેનો મુંબઇથી મધ્ય અને પશ્ચિમ રેલ્વે ઉપર દોડશે. તેઓ મુંબઇ-અમદાવાદ અને દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ ટ્રેનની પેટર્નથી સંચાલન કરવામાં આવશે.

આ દરેક ટ્રેનોનું સંચાલન ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવશે. સૂત્ર અનુસાર જાણવા મળ્યું છે કે, બેઠકમાં નવા માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી, જે ટૂંક સમયમાં શરૂ થશે. ખાનગી ઓપરેટરો તેમના ભાડા અને તેના પર ઉપલબ્ધ ભોજન નક્કી કરશે. પેસેન્જરનો સામાન ઘરેથી લાવવાની સુવિધા આપવામાં આવશે.

આ ટ્રેનોને તેમના રૂટ પર સારામાં સારું ધ્યાન દોરવામાં આવશે, જેથી તેઓ નિર્ધારિત કરતા વધુ મોડા સ્ટેશનો પર ન પહોંચે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે જણાવ્યું હતું કે, “આ 150 ટ્રેનો માટેની બિડિંગ પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થશે. આ દેશમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે, તેથી બોલી લગાવવામાં સમય લાગી શકે છે. આ સિસ્ટમનો ઉપયોગ વિશ્વમાં પહેલાથી કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા બે ભાગમાં પૂર્ણ થશે. પ્રથમ ખાનગી બિડરોને લાયકાત માટે બોલાવવામાં આવશે.”

ત્યારબાદ તેમની પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં ફક્ત છ મહિનાનો સમય લાગશે. પ્રસ્તાવ મળ્યા બાદ રેવેન્યૂ અને રૂટ અંગે ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઇ સેન્ટ્રલ, કુર્લા એલટીટી અને બાન્દ્રા ટર્મિનસથી દોડશે. ખાનગી ઓપરેટર પ્રોફેટિબિલિટી અને મુસાફરોની સંભવિત સંખ્યાના આધારે રૂટ નક્કી કરશે.

અધિકારીએ જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં મુસાફરોની સંખ્યા સામાન્ય રીતે વધારે હોતી નથી ત્યાં ફેરફરા કરવામાં મુશ્કેલી પડે છે. કોઈ ચોક્કસ સમયગાળા પછી ભાડુ વધાર્યા વિના આવા સ્થળોએ ખાનગી કંપનીઓએ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરવું મુશ્કેલ બનશે. હાલની ટ્રેનો દ્વારા નવી ટ્રેનો બદલી શકાતી નથી. રેલ્વે તેનું ઉત્પાદન અને સપ્લાય અલગથી કરશે. આ કરવા માટે, તેને વાર્ષિક ધોરણે પેમેન્ટ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *