મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર ૧૬ પ્રવાસી મજૂરોનો માલગાડી નીચે ઝપટમાં આવી ને મોત થયું છે. તમામ મજૂરો મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના ઓરંગાબાદ પાસે કરમાડ સ્ટેશન પાસે થઈ. ઘટના એવા સમયે થઇ ત્યારે મજૂરો રેલવે ટ્રેક પર સૂઈ રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
રેલ મંત્રાલયએ જણાવ્યું કે ઘટના બદનાપુર અને કરનાડ સ્ટેશન વચ્ચેની છે. આ વિસ્તાર રેલવેના પરભણી કરમાડ સેક્શનમાં આવે છે. શુક્રવારે કેટલાક મજૂરો રેલવે ટ્રેક પર સૂઈ રહ્યા હતા.માલગાડીના ડ્રાઈવરે તેમને જોઈ લીધા હતા બચાવવાની કોશિશ પણ કરી પરંતુ દુર્ઘટના ઘટી ગઈ. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
During early hours today after seeing some labourers on track, loco pilot of goods train tried to stop the train but eventually hit them between Badnapur and Karmad stations in Parbhani-Manmad section
Injureds have been taken to Aurangabad Civil Hospital.
Inquiry has been ordered— Ministry of Railways (@RailMinIndia) May 8, 2020
કરનાડ પોલીસે જણાવ્યા કે મજૂરો જલના થી ભુસાવલ જઈ રહ્યા હતા. ત્યાંથી તેઓને ટ્રેનમાં બેસવાનું હતું. તેમને મધ્યપ્રદેશ જવાનું હતું. મજૂરો રેલવે ટ્રેકની બાજુમાં ચાલી રહ્યા હતા. થાકી જવાથી તેઓ પાટા પર સુઈ ગયા. શુક્રવારે સવારે પાંચ વાગ્યે તે ટ્રેનની ઝપેટમાં આવી ગયા. રિપોર્ટ અનુસાર મજૂરો જલનાની એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
Extremely anguished by the loss of lives due to the rail accident in Aurangabad, Maharashtra. Have spoken to Railway Minister Shri Piyush Goyal and he is closely monitoring the situation. All possible assistance required is being provided.
— Narendra Modi (@narendramodi) May 8, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે રેલ મંત્રી પિયુષ ગોયલ સાથે પણ વાત કરી છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. દરેક સંભવ સહાયતા કરવામાં આવશે.
ગર્લફ્રેન્ડ સાથે ફરી રહ્યો હતો ભાજપનો પરણિત MLA- પત્નીએ કરી સર્જીકલ સ્ટ્રાઇક
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news