ન્યૂયોર્કના બ્રુકલિન(Brooklyn, New York)માં 36મી સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન(Metro station) પર થયેલા ગોળીબાર(Firing)માં કુલ 16 લોકો ઘાયલ થયા છે. યુએસમાં, મંગળવારે સવારે, એક હુમલાખોરે બ્રુકલિનમાં 36 સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર લોકો પર ગોળીબાર કર્યો હતો. હુમલો કર્યા બાદ હુમલાખોર ભાગી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગોળી ચલાવનાર વ્યક્તિ એક કન્સ્ટ્રક્શન વર્કરના કપડામાં મેટ્રો સ્ટેશન પર આવ્યો હતો. તેણે ગેસ માસ્ક પણ પહેર્યું હતું. તપાસ એજન્સીઓ દ્વારા હુમલાખોરનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરની ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ છે. પોલીસ ઘટનાસ્થળે હાજર તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
હાલમાં આ આતંકવાદી ઘટના છે કે અન્ય કોઈ ષડયંત્ર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, ન્યુયોર્ક પોલીસનું કહેવું છે કે મેટ્રો સ્ટેશન પર થયેલ ગોળીબાર કોઈ આતંકવાદી ઘટના નથી. પોલીસ આ મામલે ફાયરિંગના દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે. હુમલાખોર હજુ સુધી પકડાયો નથી. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે હુમલાખોર વધુ હુમલા કરી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કહ્યું કે જીલ હું ન્યૂયોર્ક સિટી મેટ્રો ગોળીબારમાં ઘાયલ થયેલા લોકો માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. મારી ટીમ શહેરના અધિકારીઓના સંપર્કમાં છે અને અમે પાયાના સ્તરે પ્રયાસોને સમર્થન આપવા માટે કામ કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.