અમદાવાદ: અમદાવાદ શહેરના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. DGP દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં PI,PSI સાથે કુલ 16 જેટલા સ્ટાફને એક જ ઝાટકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા પહેલાથી જ નિયમ બનાવવામાં આવ્યો છે કે, કોઈ પણ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ રેડ હોય ત્યાં PSI તેમની નીચેના જવાબદાર સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હોય છે. જયારે મનપસંદ જીમખાનામાં ખુબ જ મોટા પ્રમાણની રકમ અને મોટા પ્રમાણમાં જુગાર રમાઈ રહ્યો હોય તેવા સમાચાર સામે આવ્યું હતું. જેના કારણે DGP દ્વારા ઉદાહરણ પૂરું પાડનારી એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ જુગાર અંગેની ઘટનાને લઈને DGP આશિષ ભાટિયા દ્વારા ડીસ્ટાફના પીએસઆઇ કે.સી પટેલ, PI આર.આઇ જાડેજા અને 14 ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એક સાથે સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મનપસંદ જીમખાના નામના સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ સ્થળેથી 11 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ 180 થી વધારે જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા જુગારધામ પરથી 15 વાહનો, 15 ફોર વ્હીલ, 1 રીક્ષા, 145 મોબાઇલ, 10.99 લાખ રોકડા સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ જીમખાનું મોટા પાયે ચાલતું હતું, જ્યાં કુલ 8 મકાન ભાડે રાખીને જુગાર રમાડવા આવતો હતો. પોલીસ આવે તો તેમની જાણ થાય તે માટે 16 જેટલા સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર જુગારધામ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.
અમદાવાદના ખુબ જ મોટા પાયે ધમધમતા વિસ્તારમાં આ પ્રકારનું જુગારખાનું ચાલતું હોય તે અંગે કોઈ વિચારી પણ ન શકે અને તેમાં પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. જેને ધ્યાનમાં લઈને આ પ્રકારની કાર્યવાહી પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.