વીર નર્મદ યુનિવર્સિટીના ઇતિહાસમાં કોપી કેસની સૌથી મોટી ઘટના, ઢગલાબંધ વિધાર્થીઓ ચોરી કરતા પકડાતા મચ્યો ખળભળાટ

સુરત(Surat): વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ના ઇતિહાસમાં કોપી કેસ(Copy case)ની સૌથી મોટી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના મહામારીને કારણે ઓનલાઈન(Online exam) યોજવામાં આવેલી પરીક્ષામાં 3503 વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપર દરમિયાન ચોરી કરતાં હોવાની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી. 60 પ્રોફેસર્સ સહિત સ્ટાફે ચકાસણી કરતાં 3503 શંકાસ્પદ વિદ્યાર્થીઓમાંથી 1600 ચોરી કરતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પર લીધા આકાર પગલાં:
વિધાર્થીઓ ચોરી કરતા હોવાની શંકા જતા સ્ટાફે ચકાસણી કરતા કુલ 1600 વિદ્યાર્થીઓને ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ સ્ક્રીન શોર્ટસ અને રેકોર્ડિંગને જોતા પ્રૂફ સાથે યુનિવસિટીએ પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને ઝડપી પાડયા છે. વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવાના પગલા રૂપે 500 રૂપિયા દંડ અને પરીક્ષાના 0 માર્કસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલ અલગ અલગ પરિક્ષા દરમિયાન આ પ્રકારના ચોરીના બનાવો બન્યા હતા જેમાં 1600 જેટલા વિધાર્થીઓને ચોરી કરતા પકડી પાડવામાં આવ્યા છે.

વિદ્યાથીઓ ચોરી કરતાં પકડાયા:
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા થોડા સમય પહેલા કોલેજના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. સરેરાશ 82 ટકા જેટલા વિદ્યાર્થીઓએ આ ઓનલાઈન પરીક્ષા આપી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈ ગેરરીતિ ન કરે તે માટે સ્પેશ્યલ વિધાર્થીઓ પર નજર રાખીને બેસે તે માટે મોનીટરિંગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં મોનીટરિંગ ટીમમાં 60 જેટલા વ્યક્તિઓનો સ્ટાફ કામ કરી રહ્યો હતો.

અગાઉ લેવામાં આવેલી ઓનલાઈન વિવિધ પરીક્ષામાં વિદ્યાથીઓની વર્તણૂક પર ધ્યાન રાખવામાં આવેલ હતુ. મોનીટરિંગ દરમિયાન શકાસ્પદ ભૂમિકામાં દેખાતા વિધાર્થીઓના સ્ક્રીનશોટ લઇ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ 1600 જેટલા વિદ્યાથીઓને ચોરી કરતાં ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષામાં નિરીક્ષકો કાપલી કે અન્ય રીતે ચોરી કરતા વિધાર્થીઓને પકડી પડતા હતા પરંતુ હવે ઓનલાઈન પરીક્ષા દરમિયાન સ્ક્રીનશોટ થકી વિદ્યાર્થીઓની ચોરીને પકડવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *