સૌરાષ્ટ્રમાં ગાંડોતૂર થયો દરિયો: એકબાજુ સેકંડો વૃક્ષો થયા ધરાશાયી તો બીજીબાજુ અસંખ્ય લોકોને ઘર છોડવા પડ્યા- જાણો કેટલા મોત થયા?

તાઉ-તે વાવાઝોડું સોમવારની રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું, ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. જેથી રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડી જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો.

ગઈકાલે રાત્રે દીવથી થોડે દુર ગુજરાતની જમીન પર ત્રાટકેલું તૌક્તે વાવાઝોડું પોતાના વિકરાળ સ્વરૂપથી નુકસાની વેરી રહ્યું છે. આ વાવાઝોડું દીવથી 10 કિલોમીટર દૂર ટકરાયું. વાવાઝોડાનું કેન્દ્ર દીવથી 35 કિલોમીટર ઇસ્ટ-સાઉથ ઇસ્ટમાં છે.

આ ઉપરાંત વાવાઝોડું આવતાં પહેલાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે મોટાં મોજાં ઊછળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે, અગાવથી કરવામાં આવેલી તૈયારી અને રાતનો સમય હોવાથી જાનહાનિ થઈ નહોતી. દક્ષિણ ગુજરાતમાં સાંજથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. જ્યારે વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થયો હતો.

સોરઠના દરિયાકિનારા નજીક વાવાઝોડુ પહોંચતાં ભારે અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સોમવારે દિવસ દરમિયાન ઉના, વેરાવળ અને દીવમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ઉનાના સંયદ રાજપરા બંદરના કિનારે એક બોટ પણ ડૂબી ગઇ હતી. કોડિનાર પાસે પણ એક બોટ તણાઈ ગઈ હતી. જોકે, જાનહાનિ થઇ ન હતી.

આ ઉપરાંત વાવાઝોડાને પગલે વલસાડના તિથલ દરિયા કિનારે બનાવેલા ફૂડ સ્ટોલને નુકસાન પહોંચ્યું હતું. ભારે પવનને કારણે સ્ટોલ પણ તૂટી ગયા હતા. અગાઉથી જ તંત્ર દ્વારા બીચ પર જવાની મનાઈ કરવામાં આવી હતી જેથી ત્યાં કોઈ જાનહાની થઈ નથી. માત્ર માલસામાનનું જ નુકસાન થયું છે.

ઉનામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો, એમાં એક વીજપોલ તૂટી પડતાં સ્કૂટર દબાઈ ગયું હતું.

સુરતમાં વાવાઝોડાની ખાસ કોઈ અસર થઈ નહોતી. પરંતુ, ગઈકાલે વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે ધોધમાર વરસાદ પડતાં રસ્તા પરથી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પાટણમાં શર્મિષ્ઠાબેન રાવળ પરિવાર સાથે ખાટલામાં સૂતાં હતાં ત્યારે વીજપોલ પડતાં મહિલાનું મોત નીપજ્યું હતું.

વાવાઝોડાની અસરના કારણે સુરતના ડુમસ બીચ પર દિવસભર મહાકાય મોજા ઉછ્ળ્યા હતા. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. એનડીઆરએફની ટીમને ખડેપગે તૈનાત કરવામાં આવી હતી.

જૂનાગઢમાં ભારે પવન ફૂકાયો હતો જેના કારણે શહેરના ગેટ પર મૂકવામાં આવેલી સિંહની 4 પ્રતિમાઓમાંથી એક નીચે પડી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *