વિદેશમાં ફસાયેલા લાખો ભારતીય લોકો વતન પરત ફરશે, જાહેર થયું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું લીસ્ટ

વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, COVID-19ની મહામારીના કારણે 7 મેના રોજ શરૂ કરવામાં આવેલા વંદે ભારત મિશન હેઠળ વિદેશથી હાલ સુધી 16.45 લાખ ભારતના લોકો પાછા ફર્યા છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વંદે ભારત મિશનનો છઠ્ઠો તબક્કો પૂરો થયો છે તેમજ આ તબક્કા અંતર્ગત કુલ 24 દેશોમાંથી 894 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તેમજ 142 ફીડર ફ્લાઇટ્સનું પરિવહન કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ્સ ભારત દેશનાં 24 એરપોર્ટ પર પહોંચી હતી. ઉપરાંત તેમણે કહ્યું છે કે, છઠ્ઠા તબક્કા અંતર્ગત 1.75 લાખ ભારતવાસી વતન પરત ફર્યા છે.

30 સપ્ટેમ્બર સુધી કુલ 16.45 લાખ જેટલા ભારતના લોકો વંદે ભારત મિશનની અલગ અલગ રીતો દ્વારા ભારત દેશ પરત ફર્યા છે. શ્રીવાસ્તવે ઑનલાઇન મીડિયા બ્રીફિંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સતત માંગને પહોંચી વળવા વંદે ભારત મિશનનાં સાતમા તબક્કો 1 ઓક્ટોબર, 2020ના રોજ અમલ કરવામાં આવ્યો છે. આ ઓક્ટોબર મહિનમાં, સાતમા તબક્કા અંતર્ગત, 19 દેશોની 820 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થવાનું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી એ શનિવારનાં રોજ ટિ્‌વટ કર્યું હતું કે, ગાંધી જયંતી તેમજ 2 ઓક્ટોબરના રોજ આખા દુનિયાભરનાં દેશો માંથી 3698 ભારતના લોકો સ્વદેશ પરત ફર્યા હતા. અત્યારે વંદે ભારત મિશન દ્વારા 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

3 ઓક્ટોબરનાં રોજની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અંગેની લિસ્ટ…

– AI (Air India) 1336: Bengaluru (1.25) to Singapore
– AI 0905: Chennai (1.55) to Dubai
– AI 0187: Delhi (2.45) to Toronto

– AI 1927: Delhi (17.45) to Dubai
– AI 1963: Delhi (21.15) to Abu Dhabi
– AI 0907: Chennai (20.15) to Muscat

– AI 0940: Bahrain to Delhi (8.25)
– AI 0952: Dubai to Hyderabad (6.15)
– AI 0906: Dubai to Chennai (11.00)

– AI 0188: Toronto to Delhi (12.15)
– AI 1928: Dubai to Jaipur (1.50)
– AI 0908: Muscat to Chennai (4.30)
– AI 1337: Singapore to Bengaluru (11.35)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *