ભારતના આ ગામમાં રહે છે અરબપતિ બિલ ગેટ્સની દીકરી, એવી હાલતમાં જીવી રહી છે કે શાળાએ જવાના પણ રૂપિયા નથી

માઇક્રોફટના સંસ્થાપક અરબપતિ બિલ ગેટ્સની દીકરી બિહારની રાજધાની પટનાથી અડીને આવેલા દાનાપુર સ્થિત જમસોત મુસહરી ગામમાં રહે છે. 11 વર્ષની બાળકી રાની કુમારીને એક દશક…

માઇક્રોફટના સંસ્થાપક અરબપતિ બિલ ગેટ્સની દીકરી બિહારની રાજધાની પટનાથી અડીને આવેલા દાનાપુર સ્થિત જમસોત મુસહરી ગામમાં રહે છે. 11 વર્ષની બાળકી રાની કુમારીને એક દશક પહેલા ગામ આવેલા બિલ ગેટ્સ દંપતી દ્વારા દત્તક લઈ ‘દીકરીની જેમ’ કહી પ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યારે રાની 1 વર્ષની હતી. રાની જણાવે છે કે, હું ભણવા ઇચ્છુ છુ પરંતુ ભણી શકતી નથી મજબૂરી છે, ત્યાં જ ગામમાં વધુ લોકો નિરક્ષર છે.

રાનીને આગળ કઈ ખબર નથી અને માત્ર પૂછવા પર હસ્તી રહે છે કઈ બોલતી નથી. નવી પેઢી માટે એક સરકારી પ્રાથમિક શાળા અને એક આંગળવાળી છે. ગામના લોકો જણાવે છે કે, 23 માર્ચ 2011ના રોજ બિલ ગેટ્સ પોતાની પત્ની સાથે અમારા ગામમાં આવ્યા હતા અને રાનીને દીકરી માની હતી. એને પોતાના ખોળામાં બેસાડી પ્રેમ પણ કર્યો હતો. આ ઉપરાંત ગામમાં વિકાસની વાત પણ કહી હતી. પરંતુ અહીંથી ગયા પછી ના તો બિલ ગેટ્સ આવ્યા અને ના તો એમની સંસ્થાના કોઈ લોકો. આજે રાની અને એનો પરિવાર આર્થિક સંકટથી જજુમી રહ્યા છે.

રાની શાળાએ જઈ શકતી નથી પરંતુ, મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ફરી કોઈ સુધ લેવામાં આવી નથી. દાનપુરના જમસોટની નિવાસી રાની આજે લગભગ 11 વર્ષની થઇ ગઈ છે. રાનીની માતા કુંતી દેવીને આજે પણ એ દિવસ યાદ છે જયારે એમની નાનકડી છોકરી રાનીને ગેટ્સ દંપતીએ પોતાના ખોળામાં લીધી હતી અને પોતાની દીકરી ગણાવી હતી. ત્યારબાદ તેઓ અહીં આવ્યા જ નથી. વર્ષ 2010માં બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને બિહાર સરકાર વચ્ચે સ્વાસ્થ્ય સુધાર માટે એક કરાર થયો હતો. આ જ કરારને લઈને તેઓ ભારત આવા હતા. પરંતુ હવે તેઓ બીજીવાર અહી આવ્યા જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *