બાળકો અને મહિલાઓથી ખચોખચ ભરેલી ટ્રક પલટી મારી જતા એકસાથે 16નાં મોત- જાણો કયાની છે ઘટના

ગઈ કાલે રવિવારે રાતે એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રક ઊંધી વળી ગઈ હતી. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, ટ્રકમાં પપૈયાં ભર્યાં હતાં આ ઉપરાંત…

ગઈ કાલે રવિવારે રાતે એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રક ઊંધી વળી ગઈ હતી. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, ટ્રકમાં પપૈયાં ભર્યાં હતાં આ ઉપરાંત 21 જેટલા મજૂર પણ એમાં બેઠા હતા. આ અકસ્માતમાં 16નાં મૃત્યુ થયાં છે જ્યારે 5 ઘાયલ થયા છે. જાણવા મળ્યું છે કે, ટ્રકમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના હાઈવે પર બની છે. ટ્રકનો સ્ટીયરિંગનો રોડ તૂટી ગયો છે. ત્યારબાદ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું. ટ્રક ઊંધી વળી ગઈ હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ દુર્ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકને ક્રેન દ્વારા સીધી કરવામાં આવ્યો હતો. ત્યાર સુધીમાં ઘણા મજૂરોનાં મોત પણ થયાં હતાં.

દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં 16માંથી 15 લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમાં શેર હુસૈન શેખ(30), સરફરાજ કસમ તંણાવી(32), નરેન્દ્ર વમન બાગ(25), દિગંબર માધવ(55), દિલદાર હુસૈન તંણાવી(20), સંદીપ યુવરાજ ભારેરાવ(27), અશોક જગન(40), દુબરાઈ સંદીપ ભારેરાવ(40), ગણેશ રમેશ મોરે(5), શારદા રમેશ મોરે(15), સાગર અશોક બાગ(3), સંગીત અશોક બાગ(35), સમનબાઈ ઈંગલે(24), કામાબાઈ રમેશ મોરે(45) અને સબનુર હુસૈન તંડાવી(53)નો સમાવેશ થાય છે. આ અકસ્માત મહારાષ્ટ્રના જલગાંવમાં સર્જાયો હતો.

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં પણ રવિવારે સવારે બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 14 લોકોનાં મોત થયાં હતાં. ર્નૂલથી 25 કિલોમીટર દૂર વેલદુરી મંડળના મદારપુર ગામની નજીક સવારે સાડા 3થી 4 વાગ્યાની આસપાસ દુર્ઘટના ઘટી હતી. મૃત્યુ પામનારાઓમાં 8 મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ બસ ચિતૂર જિલ્લામાંથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *