ચોમાસુ સત્ર પહેલા મીનાક્ષી લેખી, અનંત કુમાર અને પ્રવેશ વર્મા સહિત એક સાથે 18 સાંસદો કોરોના પોઝિટિવ

દેશના 18 સાંસદોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાંસદોમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકના ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનો સમાવેશ…

દેશના 18 સાંસદોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાંસદોમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકના ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનો સમાવેશ થાય છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા આ સાંસદોની કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ગયું છે. કોરોના સંક્રમણના કારણે સંસદમાં ખૂબ સાવચેતી રાખવામાં આવી રહી છે. સંસદની કાર્યવાહીમાં જ એવા સાંસદો ભાગ લઈ શેક છે કે, જેમના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય. આ સંદર્ભમાં, ગૃહની કાર્યવાહીમાં હાજરી આપવા માટે દિલ્હી આવતા તમામ સાંસદો માટે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ 17 સાંસદોનો કોરોના રીપોર્ટ પોજીટીવ
ભારતીય જનતા પાર્ટીના જે સાંસદોનો કોરોના રીપોર્ટ પોજીટીવ ચગે તેમના નામ છે: મીનાક્ષી લેખી, સુખબીર સિંહ જૈનપુરીયા, સુકાંતા મજુમદાર, અનંત કુમાર હેગડે, જનાર્દન સિંહ સિગરીવાલ, વિદ્યુત બરણ મહાતો, પ્રધાન બરુઆ, પ્રતાપ રાવ પાટિલ, રામ શંકર કટારિયા, પ્રવેશ બર્મા, સત્યપાલ સિંહ અને રોડમલ નાગર છે. આ સિવાય રાજસ્થાનના આરએલપી સાંસદ હનુમાન બેનીવાલ, આંધ્ર પ્રદેશના YRSC સાંસદ ગોદતી માધવી, મહારાષ્ટ્રના શિવસેના સાંસદ પ્રતાપ રાવ જાધવ, તમિળનાડુના વાયઆરએસસી સાંસદ એન રેડ્પા અને તમિલનાડુના ડીએમકે સાંસદ સેલવમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તે દરમ્યાન પોજીટીવ મળી આવ્યા છે.

અન્ય એક સાંસદ કોરોના પોજીટીવ
છેલ્લા અપડેટ મુજબ બીજેપીના અન્ય સાંસદનો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. લદ્દાખના ભાજપના સાંસદ જમ્યાંગ સિરીંગ નમગ્યાલનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *