ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

માત્ર 17 જ વર્ષનાં યુવકે બિલ ગેટ્સ જેવી અનેક હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ કર્યાં હેક- એક જ દિવસમાં કરી કરોડોની કમાણી

બિલ ગેટ્સ, એલોન મસ્ક, કાન્યે વેસ્ટ, બરાક ઓબામા તેમજ જો બાઈડેન જેવી અનેક હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ પર થયેલ એટેકે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આની પાછળનું મગજ માત્ર 17 જ વર્ષનો ફ્લોરિડા છોકરો હતો, જે હાલમાં જેલમાં બંધ છે. આ છોકરાની સામે કુલ 30 આરોપ નોધાયા છે.

આ ટ્વિટર એટેક બિટકોઇન કૌભાંડને પ્રોત્સાહન આપવા માટે જ કરવામાં આવ્યો હતો. આ કેસમાં FBI એટલે કે ‘ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન’ તેમજ ન્યાય વિભાગ દ્વારા સમગ્ર દેશની પણ તપાસ કરવામાં આવી હતી, ત્યારપછી જ આ છોકરાની ધરપકડ કરવામાં આવી હતી.

આ છોકરો કે જે ફ્લોરિડાના ટેમ્પાનો છે, તેની પર સંસ્થાકીય બનાવટી, કોમ્યૂનિકેશન ફ્રોડ, ઓળખ ચોરી તેમજ હેકિંગનાં પણ આરોપ મૂકવામાં આવ્યા છે. હિલ્સબોરો સ્ટેટ એટર્ની એન્ડ્રુ વોરેને એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેણે આ છોકરાને જ હુમલાનો મુખ્ય સૂત્રધાર પણ ગણાવ્યો હતો. સ્ટેટ એટર્નીએ જણાવતાં કહ્યું, કે તેણે બિટકોઇનથી માત્ર 1 જ દિવસમાં કુલ 10 મિલિયન ડોલરની કમાણી પણ કરી હતી.

વોરેને એમ પણ જણાવ્યું હતું, કે ભલે સેલિબ્રિટીનાં નામે ગૂનો કરવામાં આવ્યો હોય, પણ તેનો ધ્યેય સામાન્ય લોકો પાસેથી જ ચોરી કરવાનો હતો. ત્યારબાદ ન્યાય વિભાગે પણ આ કાર્યમાં સહાય કરવા બદલ બ્રિટનનાં માત્ર 19 વર્ષીય જ્હોન શેપાર્ડ તેમજ ઓર્લાન્ડોની નિમા ફાઝેલીની પણ ધરપકડ કરી હતી. તો, બીજી બાજુ ટ્વિટરે ઝડપી તપાસ તેમજ કાર્યવાહી માટે અધિકારીઓની પ્રશંસા પણ કરી છે.

આ સાયબર એટેકની વિશે ક્રિપ્ટોક્યુરન્સીઝનાં સ્થાનાંતરણની પણ દેખરેખ કરનાર એક સાઇટ બ્લોકચેન ડોટ કોમે જણાવતાં કહ્યું હતું, કે અંદાજે કુલ 12.58 બિટકોઇન સ્કેમર્સ ઇમેઇલ સરનામાં પણ મોકલવામાં આવ્યા હતા તેમજ તેનું મૂલ્ય અંદાજે કુલ 87.2 લાખ રૂપિયા છે.

લગભગ તમામ ટ્વીટમાં કૌભાંડકારોએ જણાવ્યું હતું, કે એકાઉન્ટ ધારકો એમનાં અનુયાયીઓને જ આ બીટકોઇન્સ આપી રહ્યા છે, તથા આની માટે તેઓએ આપેલ સરનામાં પર બીટકોઇન્સ મોકલવા પણ પડશે. કેટલાંક ટ્વીટ્સે વપરાશકર્તાઓને આપેલ લિંક પર ક્લિક કરવાનું પણ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP