ભારતની આંતરરાષ્ટ્રીય શૂટર ખુશ સીરત કૌર સંધુ(Khush Seerat Kaur Sandhu)એ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી, તે માત્ર 17 વર્ષની હતી. મૃત્યુ સમયે તે પંજાબ(Punjab)ના ફરીદકોટ(Faridkot)માં તેના ઘરે હાજર હતી.
શૂટરે આવું પગલું કેમ ભર્યું?
ખુશ સીરત કૌર સંધુએ 9 ડિસેમ્બરની સવારે પોતાને ગોળી મારી દીધી હોવાના અહેવાલ છે. સંધુએ રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીતી ચુકી છે. પોલીસે જણાવ્યું હતું કે તેણીએ આત્મહત્યા કરી હતી કારણ કે તેણી તેના તાજેતરના પ્રદર્શનથી દુઃખી હતી.
‘પોતાની જ પિસ્તોલથી ગોળી મારી’
ફરિદકોટ સિટી પોલીસના એસએચઓ હરજિન્દર સિંહે જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે કંટ્રોલ રૂમમાંથી અમને ફોન આવ્યો કે એક છોકરીએ કથિત રીતે પોતાને ગોળી મારી દીધી છે, જેનું ઘર ફરીદકોટના હરિન્દર નગરની શેરી નંબર-4 પર છે. અમને 17 વર્ષની ખુશ સીરત કૌર સંધુનો મૃતદેહ મળ્યો. તેણે પોઈન્ટ 22 પિસ્તોલથી પોતાને માથામાં ગોળી મારી, જ્યાં ઘાવના નિશાન છે.
કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી:
જોકે પોલીસે કહ્યું, કે આ ઘટનામાંથી અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ તેના પરિવારે પોલીસને જણાવ્યું કે સીરત કૌર તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં તેના પ્રદર્શનથી ખૂબ જ નારાજ હતી.
કેસની તપાસ શરૂ છે:
ફરીદકોટ સિટી પોલીસે જણાવ્યું કે, આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને તેની સાથે ખુશ સીરત કૌર સંધુનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે.
કોચે ખેદ વ્યક્ત કર્યો:
ખુશ સીરત કૌર સંધુએ સ્વિમર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ 4 વર્ષ પહેલા તેણે શૂટિંગમાં ઝંપલાવ્યું હતું અને રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા હતા, તેના કોચ સુખરાજ કૌરે જણાવ્યું હતું કે, તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી હતી અને તેને આ રીતે ગુમાવવી દુર્ભાગ્યપૂર્ણ છે.
છેલ્લા 4 મહિનામાં આવી બીજી ઘટના:
ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 4 મહિનામાં શૂટિંગ કોરિડોરમાં આત્મહત્યાની આ બીજી ઘટના છે, આ વર્ષે સપ્ટેમ્બરમાં નમનવીર સિંહ બ્રારે મોહાલીના ઘરમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.