અમદાવાદના 17,000 જેટલા સફાઈકર્મીઓ ઉતર્યા હડતાળ પર, જો માંગ સ્વીકારવામાં નહિ આવે તો…

હાલમાં ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સમાચાર સામે આવી રહ્યાં છે. આજે ગુજરાતમાં સફાઈકર્મચારીઓ હડતાળ પર બેઠા છે તેમજ તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આ હડતાળ…

હાલમાં ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સમાચાર સામે આવી રહ્યાં છે. આજે ગુજરાતમાં સફાઈકર્મચારીઓ હડતાળ પર બેઠા છે તેમજ તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આ હડતાળ હજુ વધારે ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી રહી છે.

અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી :
અમદાવાદના કુલ 17,000 જેટલા સફાઇકર્મીઓ કામકાજથી અળગા રહ્યાં હતા. AMC ઓફિસમાં પડતર પ્રશ્નોને લઇ ગઇકાલે દેખાવ કર્યા હતા. એક સફાઇકર્મીએ દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. નવા પશ્ચિમ ઝોનમાં કર્મીઓને વારસાઇનો હક આપવા માટેની માંગણી કરવામાં આવી રહી છે.

બોડકદેવ ઓફિસ ખાતે સફાઈકર્મીઓ એકત્ર થઈ ગયા હતા. કુલ 6,200 કર્મીઓ ઝોનમાં ફરજ બજાવી રહ્યાં છે. માંગ સંતોષવામાં આવશે નહિ તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

એક સફાઈકર્મીએ ઝેરી દવા પી લીધી
આજે માગ નહિ સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે સવારથી સફાઈકર્મીઓ બોડકદેવ ખાતે આવેલી ઉત્તરપશ્ચિમ ઝોનની ઓફિસે ભેગા થયા છે. બુધવારે સાંજે બોડકદેવ ઓફિસે પણ સફાઈકર્મીઓ રજૂઆત કરવા ગયા હતા ત્યારે એક સફાઈકર્મીએ ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *