ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર સુઝલોન ગ્રુપે તેઓની ડેટ રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા પૂરી કરી છે.જોકે,આ ડેવલપમેન્ટના જાણકારોના જણાવ્યા અનુસાર આ રિસ્ટ્રક્ચરિંગના કારણે ‘સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા’ (SBI),’પંજાબ નેશનલ બેંક'(PNB),’ICICI બેંક’,’યુનિયન બેંક ઓફ ઇન્ડિયા’,’બેંક ઓફ ઇન્ડિયા’,’એક્ઝિસ બેંક’, ‘IDBI બેંક’,’યસ બેંક’સહિતની કુલ 18 બેન્કોએ સુઝલોનના રૂ.13,800 કરોડના કુલ દેવામાંથી રૂ.8,600 કરોડને જતા કર્યા છે.ત્યારે બાકીનાં રૂ. 5,200 કરોડની લોન ઉપર કંપની આવતા 10 વર્ષ માટે વાર્ષિક 9% વ્યાજ ચૂકવશે. દેવાના ભારની નીચે દબાયેલી સુઝલોનએ છેલ્લા 2 વર્ષથી પોતાનાં દેવાં ઘટાડવા અને તેનું રિસ્ટ્રક્ચરિંગ કરવા માટે પ્રયત્નો કરી રહી હતી.
આ રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસના ભાગ એવા એક બેંક અધિકારીની બિઝનેસ ચેનલને આપેલી માહિતી અનુસાર,SBIની આગેવાની વાળા લેન્ડર્સના કોન્સોર્ટિયમે સુઝલોનના કુલ દેવાને સસ્ટેનેબલ અને અન-સસ્ટેનેબલ એમ 2 ભાગમાં વહેચ્યું હતું.સુઝલોનના રૂ.13,800 કરોડના દેવામાંથી રૂ.5,200 કરોડને જાતા કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે કંપની આવતા 10 વર્ષમાં ચૂકતે કરશે.ત્યારે દેવાનો મોટાભાગનો ભાગ એટલે કે અંદાજે રૂ.8,600 કરોડ અન-સસ્ટેનેબલ કેટેગરીમાં મુકવામાં આવ્યો છે.દેવાના આ ભાગને 0.01%નાં ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર અને 0.0001%નાં કમ્પલસર્લી કન્વર્ટિબલ પ્રેફરેન્સ શેર્સમાં 20 વર્ષ માટે જતાં કરવામાં આવ્યા છે.એક રીતે જોઈએ,તો ઓનપેપર લોનની રકમ જતી કરવામાં ન આવી હોવા છતાં પણ બેન્કોએ 62% હેરકટ ભોગવવાંનો વારો આવશે.
એક મીડિયા સ્ટેટમેન્ટમાં સુઝલોન ગ્રુપના ફાઉન્ડર અને CMD તુલસી તંતીએ જણાવતાં કહ્યું કે,SBI દ્વારા નિર્મિત લેન્ડર્સના કોન્સોર્ટિયમ અને કંપનીએ સાથે મળીને બધાં સ્ટેક હોલ્ડર્સના હિતોનુ રક્ષણ કરતાં ડેટ રિસ્ટ્રક્ચરિંગની કામગીરી પૂર્ણ કરી છે.આ પગલુ અમને વિન્ડ ટર્બાઈન અને તેના કમ્પોનન્ટ્સના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા તરફ લઈ જશે.જે ભારતને ગ્લોબલ વિન્ડ સેક્ટર માટે સપ્લાય ચેઈન હબ બનાવશે.તેની સાથે ભારતીય વિન્ડ એનર્જી સેક્ટરના રક્ષણ સાથે હજારો લોકોની ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ નોકરીઓ બચાવી છે.અને સંખ્યામાં નાના વેન્ડર્સને પણ સુરક્ષા રાખવાની ખાતરી સાથે દેશની 13 ગીગવોટ વિન્ડ એનર્જી સંપત્તિને સુરક્ષા કરી છે.
કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર સ્વપ્નિલ જૈને જણાવતાં કહ્યું હતુ કે,આ ડેટ રિસ્ટ્રક્ચરિંગ અમારા રોકાણ પ્રવાહ પરથી નોંધપાત્ર દબાણ ઓછુ કરશે.જે બિઝનેસ ઓપરેશન્સને ગતિ આપશે.અમે અમારી નિર્ધારિત કરેલ કિંમતમાં ઘટાડો કર્યો છે.વ્યાજ ખર્ચમાં 70%થી વધુનો ઘટાડો કર્યો છે.પરિણામે લાંબાગાળાનો ટકાઉ બિઝનેસ સ્થાપિત કરવાની ખાતરી આપી છે.સતત જ માર્કેટમાં અમારી સ્પર્ધાત્મકતામાં સુધારો જોવાં મળ્યો છે.હવેથી સુઝલોનની ગાડી મજબૂત સ્થિતિ સાથે ફરી પાછી બિઝનેસના પાટા પર ચડી ગઈ છે.
ગ્રુપનાં CEO જેપી ચલસાણીએ જણાવતાં કહ્યું હતુ કે,કોન્સોર્ટિયમ લેન્ડર્સ અને અમારા 99.9% FCCB હોલ્ડર્સ દ્વારા સર્વની મંજુરીથી અમે ડેટ રિસ્ટ્રક્ચરિંગની કામગીરી પૂર્ણ કરી છે.કંપનીના પ્રમોટર્સ,શેર હોલ્ડર્સ,સ્ટોક હોલ્ડર્સ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે રૂ.392 કરોડનું મૂડીરોકાણ કરશે.આ સફળ ડેટ રિસ્ટ્રક્ચરિંગના કારણે કંપનીની બેલેન્સશીટ મજબૂત બની છે.કંપની ભારતીય પવન ઊર્જા સેક્ટરમાં નોંધપાત્ર ગ્રોથ હાંસલ કરવાની ક્ષમતા પર ધ્યાન દોરી રહી છે.