આઠ વર્ષથી ભાડે રહેતા સૌરાષ્ટ્રનાં આ ધુરંધરે મુંબઈમાં ખરીદ્યો 185 કરોડનો અતિભવ્ય બંગલો

સુરતમાં રરહેતા ‘હરિકૃષ્ણ’ ડાયમંડ કમ્પનીનાં માલિક સવજીભાઈને તો સૌ કોઈ ઓળખતા જ હશે. હાલમાં એમના નાના ભાઈને લઈ એક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં રહેતા ગુજરાતી તેમજ મૂળ સૌરાષ્ટ્રના ડાયમંડ કિંગ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં આવેલ વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે.

હરિકૃષ્ણ ગ્રુપના સવજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામ 32 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં રહેતા હતા તેમજ હાલમાં કરોડો રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. આ બંગલાને ‘પનહાર બંગલો’ નામ આપવામાં આવ્યું છે કે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા અન્ય 7 માળ આવેલા છે. આની સાથે ઘનશ્યામ ધોળકિયાના પરિવારના સભ્યો માટે કુલ 36 ભવ્ય બેડરૂમ પણ આવેલા છે.

વરલી સી-ફેસ ખાતે બંગલો ખરીદ્યો: ઘનશ્યામ ધોળકિયા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલ લાઠી તાલુકાના દૂધાળા ગામના વતની છે. છેલ્લા 32 વર્ષથી મુંબઈમાં રહે છે. હાલમાં તેમના દ્વારા વરલી સી-ફેસમાં કુલ 19,886 ચોરસફૂટમાં બનાવવામાં આવેલ આ લક્ઝુરિયસ ‘પનહાર’ બંગલો ખરીદ્યો છે કે, જેમાં ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ છે કે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોરની ઉપરાંત કુલ 7 માળ આવેલા છે. ઘનશ્યામભાઈના કુટુંબના 36 સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ પણ આવેલા છે.

સતત 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યા: ઘનશ્યામ ધોળકિયા જણાવે છે કે, આજથી 32 વર્ષ અગાઉ હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે સતત 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતો. વર્ષ 1994માં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી હતી. ત્યારબાદ 2 તથા 3 BHKના ફ્લેટમાં ભાડાથી સતત 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યારપછી વર્ષ 2001માં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. હાલમાં વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું પુર્ણ થયું છે.

બંગલો માટે મોટી રકમના બે સોદા કરાયા:
પ્રોપર્ટીનાં સોદાનું 30 જુલાઈનાં રોજ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ સોદામાં ચોરસફૂટદીઠ ભાવ રૂપિયા 93,000 ગણવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મુંબઈમાં આવેલ રિયલ એસ્ટેટ માર્કેટમાં બંગલો વેચવામાં આવ્યો હોય તેની ઘટના ખુબ ઓછી છે.

આ બંગલો એસ્સાર ગ્રૂપની કંપની આર્કય હોલ્ડિંગ્સ દ્વારા વેચ્યો હોવાનું દસ્તાવેજ પરથી જાણવા મળી રહ્યું છે. બંગલો માટે મોટી રકમના 2 સોદા કરવામાં આવ્યા છે કે, જેમાં કુલ રૂપિયા 185 કરોડની ચુકવણી કરવામાં આવી છે. પહેલો સોદો લીઝ લેન્ડનો છે કે, જેમાં 1349 ચોરસ મીટર જમીનના કુલ 47 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

જેની માર્કેટ વેલ્યુ રૂપિયા 51.45 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. આના પર સ્ટેમ્પ ડ્યૂટીનાં 5% લેખે રૂપિયા 2.57 કરોડની ચુકવણી કરવામાં આવી છે. જમીન પરની લોન પેટે રૂપિયા 36.5 કરોડની સીધી ચુકવણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *