ગુજરાતી પરિવાર આ ભાજપ પ્રમુખની હોટલમાં જમવા ગયા, પણ થયું એવું કે બધાને જવું પડ્યું હોસ્પિટલ. જાણો વિગતે

હિંમતનગરનો સલાટ પરિવાર કચ્છ ખાતે દર્શન કરીને પોતાને ઘેર પાછા આવતા હતા. હવે તે સમયે પરિવારના લોકો રાત્રી ભોજન કરવા સમીના વરાણા ખાતે આવેલ હોટલમાં રોકાયા હતા. અને તે હોટલમાં રાત્રિનું ભોજન લીધું હતું. પણ હોટલનું ગુજરાતી ભોજન આરોગતા આ પરિવારની બાર મહિલાઓ સહિત 19 સભ્યોને ફૂડ પોઈઝનીંગની અસર થતા તમામ લોકો ઉલ્ટીઓ કરવા લાગ્યા. ત્યાના હોટલ સંચાલક તરફથી પણ કોઈ જ મદદ ન મળતા છેલ્લે પરિવારના સભ્યો જાતે પોતાના વાહનમાં સમી ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. જેમાં એકની હાલત ગંભીર જણાતા ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે આ હોટલ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખની હોવાનું સામે આવતા સમગ્ર ઘટના દબાવવાની કોશીશ કરવામાં આવી હતી.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે રહેતા સલાટ પરિવારને કચ્છ ખાતે આવેલા મોમાઈ મોરા માતાજીની બાધા હોઈ આ પરિવારે બાધા પુરી કરવા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા પોતાના સગા સંબંધી સાથે મળીને હિંમતનગર ખાતેથી મહિલાઓ અને પુરુષો મળીને આઈસરમાં 40 જેટલા સભ્યો કચ્છ જવા નીકળ્યા હતા. આ પરિવાર કચ્છમાં આવેલા મોમાઈ મોરા માતાજીના દર્શન કરીને પરત હિંમતનગર તરફ જતો હતો તે દરમિયાન 1લી માર્ચની રાત્રે ભોજન કરવા સમી તાલુકાના વરાણા નજીક આવેલી ખોડીયાર હોટલ ખાતે આઈશર ઉભુ રાખીને પરિવારના તમામ સભ્યો જમવા રોકાયા હતા. અને હોટલમાંથી ગુજરાતી ભોજન ખાવા મંગાવવામાં આવ્યું હતું.

આ હોટલમાંથી આવેલ ગુજરાતી ભોજન આરોગતા પરિવારની 12 મહિલાઓ સહિત 9 સભ્યોને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. જેમાં કેટલાકને જમવા બેઠેલા હોટલના ખાટલા પર જ ઉલ્ટીઓ શરુ થવા પામી હતી. એકાએક પરિવારના 19 સભ્યોને ઉલ્ટીઓ થતા સાથે આવેલા સભ્યોએ મદદ માટે હોટલ સંચાલકને રજૂઆત કરી હતી. પરંતુ હોટલ સંચાલક દ્વારા કોઈ જ મદદ કરવામાં ના આવતા અંતે ઉલ્ટીઓ કરતા અને તડપતા 19 સભ્યોને સાથે આવેલા સદસ્યોએ પોતાના આઈશર વાહનમાં સુવાડી તાત્કાલિક સમી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને તાત્કાલીક સારવાર શરુ કરવામાં આવી હતી. પરંતુ એક સભ્યની હાલત વધુ ગંભીર જણાતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

વરાણા નજીક આવેલ ખોડીયાર હોટલ જિલ્લા ભાજપના પ્રમુખ મોહન પટેલ દ્વારા બનાવવામાં આવેલી છે. આ હોટલ શરુ કર્યાને માત્ર એકાદ માસ જેટલો સમય થયો છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની હોટલમાં ગુજરાતી ભોજન આરોગતા હિંમતનગરના પરિવારની ૧૨ મહિલાઓ અને સાત પુરુષો સહિત૧ ૯ સભ્યોને ફૂડ પોઈઝનીંગની અસર થયાના સમાચાર વાયુવેગે જિલ્લામાં પ્રસરતા સમગ્ર પ્રકરણ દબાવવાની કોશીષ પ્રમુખના માણસો દ્વારા કરવામાં આવી હતી.હિંમતનગરનો પરિવાર કચ્છથી પરત આવતો હતો ત્યારે સમીના વરાણા નજીક ભાજપ પ્રમુખની ખોડિયાર હોટેલમાં જમ્યો હતો. સમગ્ર ઘટના બાદ હોટેલના સંચાલકો તરફથી કોઇ મદદ મળી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *