આ કોઈ રાજનેતા નહી પણ સુરતના સૌથી મોટા બુટલેગરની અંતિમયાત્રા છે: હમારા ભાઈ અમર રહે ના નારા લાગ્યા- જુઓ વિડીયો

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં સુરતના મોટા બુટલેગરની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાના ઉધામ ભીમનગરના કાલુ નામના બુટલેગરની હત્યા કરી દેવામાં આવી હતી. મધરાત્રે ઉધના-ભીમનગર…

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં સુરતના મોટા બુટલેગરની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાના ઉધામ ભીમનગરના કાલુ નામના બુટલેગરની હત્યા કરી દેવામાં આવી હતી. મધરાત્રે ઉધના-ભીમનગર ગરનાળાથી આગળ રેલવે ટ્રેકની બાજુમાં ડિંડોલી સાઇડમાં બૂટલેગર કાલુની કરપીણ હત્યા કરાઈ છે. તેથી પોલીસ દોડતી થઈ ગઈ છે. ધંધાકિય અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા છે. જ્યારે આ હુમલાના CCTV સામે આવ્યા છે.

ભીમનગરમાં રહેતો અને ત્યાંજ વર્ષોથી દારૂનો ધંધો કરતો કાલુનું શહેરમાં મોટા બૂટલેગરમાં નામ હતું. ખાસ કરીને ઉધના અને રેલવે પોલીસની હદમાં તે મોટા પાયે દારૂનો વેપલો કરતો હતો. ઉધના અને રેલવે પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે. જોકે ઘણા બૂટલેગરો સાથે તેને દારૂની ધંધાકિય અદાવત હતી. મધરાત્રે તે ભીમનગરમાં હતો ત્યારે કાલુ પર સાત જેટલા ઈસમો દ્વારા હુમલો થયો હતો. કાલુ જીવ બચાવીને ડિંડોલી તરફ દોડ્યો હતો. ત્યારે રેલવે ટ્રેકથી થોડા દૂર અજ્જુએ કાલુને પકડી લીધો હતો. ત્યારે કાલુના ગળાના ભાગે અને હાથના નસના ભાગે ગુપ્તીથી મારીને હુમલાખોરો ભાગી ગયા હતા.

અહિયાં તમે જે રેલી જોઈ રહ્યા છો તે કોઈ નેતા-અભિનેતાની મૃત્યુ પાછળની સરઘસ નથી, પરંતુ સુરતમાં દારૂ માફિયાઓની હત્યા બાદ તેના સમર્થકો છે. જ્યાં લોકોએ મૃત્યુ બાદ અમર રહેના નારા લગાવ્યા હતા. કોરોના કહેર વચ્ચે પણ હજારો લોકો ભેગા થઈને અંતિમયાત્રામાં ગયા હતા. સરકારના નિયમ અનુસાર અંતિમયાત્રામાં ફક્ત 5 લોકોને જ મંજુરી આપવામાં આવે છે તેમ છતાં અહિયાં હજારોની ભીડ જમા થઇ ગઈ હતી. આ વિડીયોમાં મોટી સંખ્યામાં પોલીસ પણ દેખાઈ રહી છે. સોશિયલ ડીસટન્સ તો ઠીક લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *